Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વેલેન્ટાઈન ડેના દિવસ પર જ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી

રાજસ્થાનના કોટા વિસ્તારની ઘટના : યુવકે પોતાના એક હાથમાં જેલ પેનથી પ્રેમિકાનું નામ લખ્યું હતું અને નામની સાથે તેણે I LOVE YOU લખ્યું હતું

કોટા,તા.૧૪ : ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે જેને પ્રેમનો દિવસ પણ માનવામાં આવે છે. પ્રેમ કરનાર યુગલો માટે આ દિવસ સૌથી વધારે ખાસ હોય છે. કારણ કે આ દિવસને પ્રેમી યગલો ખાસ રીતે ઉજવે છે. પરંતુ રાજસ્થામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પહેલા પોતાના હાથ ઉપર આઈ લવ યુ લખ્યું અને પછી મોતને વ્હાલું કર્યું હતું. આ કમકમાટી ભરી ઘટના રાજસ્થાન રાજ્યના કોટા શહેરમાં બની હતી. જ્યાં ૧૯ વર્ષીય ભરત નામના યુવક પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. જેણે પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. દરેકનું કહેવું હતું કે ભરતે પ્રેમમાં પડીને વેલેન્ટાઈન ડે પર જ ફાંસી લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ભરત મૂળ મધ્ય પ્રદેશના રતલામનો રહેવાશી હતો પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી માતા-પિતા સાથે કોટામાં જ રહેતો હતો. તે સાત વર્ષથી ડ્રાઈફ્રૂટ વેચવાનું કામ કરતો હતો.

          મૃતકના પરિજનોએ જણાવ્યું કે રાત્રે બધા લોકો જમીને પોતાના રૂમમાં સુવા માટે જતા હત્યા હતા. વહેલી સવારે આસરે ૪ વાગ્યે તેની બહેનની ઊંઘ ખુલી ગઈ તો તેણે જોયું કે ભરત ફંદામાં લટકતો હતો. પરિવારના લોકો તેને નીચે ઉતારી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. એએસાઈ કપ્તાન સિંહના જણાવ્યા પ્રમાણે ભરતે પોતાના એક હાથમાં જેલ પેનથી પ્રેમિકાનું નામ લખ્યું હતું. અને નામની સાથે તેણે આઈ લવ યુ લખ્યું હતું. એટલા માટે આ કિસ્સો પ્રેમથી જોડાયેલો છે. એવું લાગે છે કે તે યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો. જ્યારે ઘરના સભ્યોનું કહેવું છે કે આ અંગે તેમને કોઈ જાણકારી નથી

(12:00 am IST)