Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પંજાબના સુલ્તાનપુર લોધીમાં અકાલી દળ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ: ભારે પથ્થરમારો બાદમાં ગોળીબાર

નગર કાઉન્સિલની ચૂંટણી દરમિયાન બે જુથો વચ્ચે ઘર્ષણ :કાર્યકર્તાઓ રોડ પર ધરણા ઉપર બેઠા.

પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક જગ્યા પર ઘર્ષણના સમાચાર આવ્યા છે. પંજાબના સુલ્તાનપુર લોધીમાં રવિવારે નગર કાઉન્સિલની ચૂંટણી દરમિયાન બે જુથો વચ્ચે ઘર્ષણ થયું છે. ઘર્ષણ પણ એટલું ગંભીર કે તેમાં ગોળીબાર પણ થયો છે. બે જૂથો વચ્ચે પહેલા પથ્થરમારો થયો અને બાદમાં વાત ગોળીબાર સુધી પહોંચી છે.

મળતી માહિતિ પ્રમાણે કપૂરથલા રોડ પર બીડીપીઓ કાર્યાલયમાં બનેલા વોર્ડ નંબર 1ના મતદાન મથકમાં આ ઘર્ષણ અને પથ્થરમારો થયો છે. જે દરમિયાન એક પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી ખુલ્લેઆમ ગોળીબાર થયો હતો. આ ઘર્ષણ અકાલી દળ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ અકાલી દળના વરિષ્ઠ નેતા સજ્જણ સિંહ ચીમા અને કાર્યકર્તાઓએ તલવંડી ચોક ઉપર કોંગ્રેસ પર્ટી સામે નારેબાજી કરી છે. સાથે જ કાર્યકર્તાઓ રોડ પર ધરણા ઉપર બેઠા હતા.

ઉલ્લેખનીય છે કે સુલ્તાનપુર લોધીની 13 વોર્ડમાં અકાલી દળ અને કોંગ્રેસ વચ્ચે સીધું ઘર્ષણ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટી પણ ત્યાં ત્રીજી પાર્ટી છે, જો કે ત્યાં સીધો મુકાબલો તો કોંગ્રેસ અને અકાલી દળ વચ્ચે જ છે

(12:00 am IST)