Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી રૂપાણીને કર્યો ફોન : તબિયતના ખબર અંતર પૂછ્યા

સ્વાસ્થ્યની ચકાસણી કરાવીને કાળજી રાખવા કહ્યું : યોગ્ય આરામ કરવા પણ સલાહ આપી

વડોદરાની ચૂંટણી સભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચક્કર આવ્યા હતા અને નીચે પડી ગયા હતા વડોદરામાં સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચક્કર આવતા ઢળી પડ્યા હતા મુખ્યમંત્રીની તબિયત અંગે જાણ થતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોન કરીને તબિયત અંગે પુચ્છા કરી હતી અને સ્વાસ્થ્યની ચકાસણી કરાવીને કાળજી રાખવા કહેવા સાથે યોગ્ય આરામ કરવા પણ સલાહ આપ્યાનું જાણવા મળે છે

 

(12:00 am IST)