Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

બિજનૌરમાં કિસાન પંચાયત સભાને સંબોધિત કરશે પ્રિયંકા ગાંધી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે હવે તાલુકા સ્તરની બેઠકો શરૂ કરી3

ઉત્તર પ્રદેશના બિજનૌર  જિલ્લાના ચાંદપુરમાં સોમવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કિસાન પંચાયતને સંબોધન કરશે. પાર્ટી સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. ગયા વર્ષે 26 નવેમ્બરથી ખેડૂતો દિલ્હીની સરહદો પર કેન્દ્રના ખેડૂત કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓને રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે હવે તાલુકા સ્તરની બેઠકો શરૂ કરી દીધી છે.

ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ કહ્યું કે પક્ષના તમામ નેતાઓને ખેડૂતોની માંગણીઓ ઉજાગર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત કાયદાઓ પાછા નહીં ખેંચાય ત્યાં સુધી અમે ખેડૂતોની સાથે રહીશું.

પ્રિયંકા ગાંધીએ અગાઉ બુધવારે સહારનપુરમાં ચિલખાનામાં કિસાન પંચાયતને સંબોધન કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ફરીથી સત્તા પર આવશે, ત્યારે અમે આ ખેડૂત કાયદાઓ તાત્કાલિક રદ્દ કરીશું. અમે તમામ ખેડૂતો માટે MSP સુનિશ્ચિત કરીશું. પ્રિયંકા ગાંધીએ આ અગાઉ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન અકસ્માતમાં માર્યા ગયેલા યુવા ખેડૂત નવરિત સિંહના પરિવારની મુલાકાત લીધી હતી.

(12:00 am IST)