Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

હિમાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2ની મપાઈ

બિલાસપુર નજીક એપિસેન્ટર હોવાની સંભાવના

હિમાચલ પ્રદેશમાં ધરતીકંપના આંચકા આવ્યા હતા, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 મપાઈ હતી, આ આંચકાનું એપિસેન્ટર બિલાસપુર નજીક બતાવાઈ રહ્યું છે

હજુ થોડા દિવસ પહેલા જ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકમ્પનો આંચકો લાગ્યો હતો, અને આજે હવે વધુ એકવાર હિમાચલ પ્રદેશમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું એપિસેન્ટર બિલાસપુર નજીક બતાવાઈ રહ્યું છે, જો કે સારી વાત એ છે કે આ આંચકામાં કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાન કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી.

ધરતીકમ્પના લીધે ઘણી જગ્યાઓ પર નુકસાનની પણ જાણકારી સામે આવી હતી, પહેલા આ આંચકાને લઈને એવી માહિતી સામે આવી હતી કે આનું એપિસેન્ટર પંજાબનું અમૃતસર છે જો કે હવામાન વિભાગે આ જાણકારીને નકારી દીધી હતી.

આ દરમિયાન હિમાચલનાઓ ચમ્બા, ડેલહાઉસી અને અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા જાણવામાં આવ્યા હતા, ઉનામાં પણ આ આંચકાની અસર અનુભવાઈ હતી, પરંતુ જાનમાલના કોઈ પણ નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી.

(12:00 am IST)