Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

તાલિબાની મુખિયા હૈબતુલ્લા માર્યો ગયો

આતંકવાદ વિરૂધ્‍ધ મોટી સફળતા મળ્‍યાનો દાવોઃ તાલિબાની વતુળઓ ઇન્‍કાર કર્યો

કાબુલ,તા. ૧૫: અફઘાની તાલિબાની વડા હૈબતુલ્લા અખુંદજાદાની મોતના હેવાલો જાહેર થયા છે. અફઘાન મીડીયાના કહેવા મુજબ હૈબતુલ્‍લા ગયા વર્ષે જ પાકિસ્‍તાનના બલૂચિસ્‍તાનમાં થયેલ એક વિસ્‍ફોટમાં માર્યો ગયેલ છે. જ્‍યારે તાલિબાનના બીજા એક વરિષ્‍ઠ નેતા અહમદલ્લા વરમ કે અખુંદજાદાના મોતના અહેવાલોને ખોટા સમાચાર તથા આધારહીન અફવા ગણાવેલ છે. અને તાલિબાનોના વડા જીવીત હોવાનો દાવો કર્યો છે. પરંતુ જો અફઘાન મિડીયાના હેવાલ સાચા હશે તો પાકિસ્‍તાનમાં મુલ્લા ઉમર અને મુલ્લા અખ્‍તુર મંસૂરના મૃત્‍યુ પછી આ ત્રીજા તાલિબાની પ્રમુખ બનશે જે માર્યા ગયેલ.

૨૦૨૦માં એપ્રિલમાં હાફિઝ અબ્‍દુલ્લ મજિદના બલુચી રાજધાની કવેટામાં  થયેલ વિસ્‍ફોટમાં તાલિબાની મુખિયા અસુંદજાદા અને તાલિબાનના જાસુસી વડા મુલ્લા ઉલ્લાહ તથા મજીદ માર્યા ગયા હતા.

આ પૂર્વે પણ અખુંદજાદાના મોતના અહેવાલ બહાર આવેલ જે પાછળથી ખોટા સાબિત થયેલ.

તાલિબાનો માટે તેના નેતાઓની હત્‍યા છુપાવવાનું કોઇ નવી વાત નથી ‘હિન્‍દુસ્‍તાન'ના ૨૦૧૩માં મુલ્લા ઉમરનું મોત થયેલ તે તાલિબાને ૨ વર્ષ સુધી છુપાવી રાખેલ. ૨૦૧૫માં તેના મોતથી પુષ્‍ટિ થયેલ.

(10:41 am IST)