Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કામકાજના દિવસોમાં હવેથી તમામ કેન્‍દ્રિય કર્મચારીઓને ઓફિસ એટેન્‍ડ કરવા આદેશ

જો કે કન્‍ટેન્‍મેન્‍ટ ઝોનના કર્મચારીઓને મુકિત તમામ કેન્‍ટીનો ખોલી નખાશેઃ બાયોમેટ્રીક હાજરી સતત બંધઃ રખાશે

નવી દિલ્‍હી તા. ૧પ : તમામ કેન્‍દ્રિય કર્મચારીઓ કામકાજના દિવસોમાં ફરજ ઉપર ઓફિસોમાં હાજર રહેવા અને તમામ કેન્‍ટીનો ખોલી રનાખવા  પર્સોનલ મીનીસ્‍ટ્રીએ આદેશ આપ્‍યાનું જાહેર થયુ ંછ.ે

જો કે કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોનમાં રહેતા તમામ ઓફિસર્સ અને સ્‍ટાફને કન્‍ટેન્‍ટમેન્‍ટ સમય પૂરો થાય ત્‍યાં સુધી ઓફીસે આવવામાંથી મુકિત અપાયાનું મીન્‍ટમાં પ્રસિદ્ધ થયું છે. અન્‍ય હુકમો સુધી બાયોમેટ્રીક હાજરીમાં મુકિત અપાયેલ છ.ે

માર્ચમાં કોરોના નિયંત્રણો લાગુ કરાયા પછી અત્‍યાર સુધી માત્ર અન્‍ડર સેક્રેટરી અને તેથી ઉપરના લેવલના ઓફિસરોને જ હાજરી આપવાની રહેતી હતી.

મે મહિનામાં કેન્‍દ્ર સરકારે ડેપ્‍યુટી સેક્રેટરીથી નીચેની કક્ષાના પ૦% કર્મચારીને ઓફિસેથી કામ કરવા આદેશ આપેલ. કોરોનાને નિયંત્રીત કરવા અલગ અલગ ટાઇમઝોન આપેલ.

બને ત્‍યાં સુધી મીટીંગોનું આયોજન વિડીયો કોન્‍ફરન્‍સીંગથી જ કરવા અને જાહેર હિતમાં અત્‍યંત જરૂરી હોય તો જ વીઝટર્સ સાથે પર્સનલ મિટીંગ યોજવા જણાવાયું છે. નહિ તો આવી મિટીંગો ટાળવી.

નવી એસઓપી મુજબ માત્ર એસીમ્‍પટોમેટીક સ્‍ટાફ અથવા વીઝીટર્સને જ એન્‍ટ્રી આપવા જણાવાયું છે વ્‍યકિતગત રીતે કોમન પ્‍લેસ ઉપર ૬ ફુટનું અંતર જાળવવા અને માસ્‍ક સતત પહેરી રાખવા કહ્યું છે નાક ઢકાય તે રીતે માસ્‍ક પહેરવા અને માસ્‍કના આગળના ભાગને અડકવાનું ટાળવા કહેવાયુંછે.

હાથ મેલા-ગંદા ન થયા  હોય તો પણ ૪૦ થી૬૦ સેકન્‍ડસ સુધી સાબુથી અવાર નવાર હાથ ધોવાનું પણ કહેવાયું છે.

જયાં શકય હોય ત્‍યાં આલ્‍કોહોલ મુકત હેન્‍ડ સેનીટાઇઝરનો ર૦ સેકન્‍ડસ માટે ઉપયોગ કરવા પણ નવી એસઓપીમાં કહેવાયું છે.

મોટા પાયે એકઠા થવા પરની મનાઇ ચાલુ રખાયેલ છે અને મીટીંગો વીડીઓ કોન્‍ફરન્‍સથી જ શકય હોય ત્‍યાં સુધી યોજવી.

સાથે બેસી કામ કરતા સ્‍થળો, કોરીડોર, એલીવેટર્સ સીડીઓ, પાર્કિંગ પ્‍લેસીઝ કાફેરીયા, કેન્‍ટીન્‍સ, મીટીંગ રૂમ, અને ઝડપી કોન્‍ફરન્‍સ હોલ જયાં કોરોનાનો ઝડપી પ્રસાર થવાનું શકય હોય છે ત્‍યાં નિયત ધારાધોરણ સખ્‍તાઇથી જાળવવા.

ઓફિસોના દરવાજા પર ફરજીયાત સેનિટાઇઝર્સ ફેસીલીટી રાખવી, અને દિવસમાં ર વખત સફાઇ કરવી એલીવેટરમાં લોકોની સંખ્‍યા નિયંત્રીત, નિયત રાખવી.

ઓફીસોમાં નિયમીત ટેમ્‍પરેચર લેવાનૂં ચાલુ રાખવું.

(10:44 am IST)