Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સેન્સેકસે પાર કર્યો ૫૨ હજારનો આંકડો : નિફટીએ તોડયો રેકોર્ડ

સૌથી વધુ ખરીદી બેન્કીંગ શેરોમાં : દરેક સેકટર્સના શેર ભારે ઉછાળા સાથે ખુલ્યા હતા

મુંબઇ તા. ૧૫ : મજબૂત વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે અઠવાડિયાના પહેલા દિવસે ઘરેલુ શેર બજારની દમદાર શરૂઆત થઈ છે. ૧૫ ફેબ્રુઆરીએ બન્ને પ્રમુખ ઈન્ડેકસ નવા રેકોર્ડ સ્તર પર ખુલ્યું છે. ૧૫,૩૦૦ની આસપાસ રહ્યુ. સોમવારે સવારે ૯.૧૫ વાગે બોમ્બે સ્ટોક એકસચેન્જના પ્રમુખ ઈન્ડેકસ સેન્સેકસ ૪૦૭ અંક એટલે કે ૦.૭૯ ટકા વધારાની સાથે ૫૧૯૫૨ના સ્તર પર ખુલ્લુ અને પછી જો તે જોતામાં ૫૨ હજારના આંકડો પાર કરી ગયુ, ત્યારે નિફટી ૫૦ પણ ૧૨૧ અંક એટલે કે ૦.૮૦ ટકાની તેજીની સાથે ૧૫, ૨૮૪ અંક પર ખુલ્યુ. શુરૂઆતના કારોબારમાં ૧૦૮૬ શેરમાં તેજી રહી. જયારે ૩૬૭ શેરોમાં ઘટાડો રહ્યો. ૭૫ શેરમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. બીએસઈ સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેકસમાં પણ તેજી જોવા મળી રહી છે. સીએનએકસ મિડકેપ ગ્રીન નિશાન પર વ્યવસાય કરી રહ્યો છે.

સેકટોરેલ ફ્રન્ટ પર જોઈએ તો આજે તમામ સેકટર્સ ગ્રીન નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સૌથી વધારે બેંકિંગ શેરોમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કેપિટલ ગુડ્સ, કંન્ઝયૂમર ડ્યૂરેબલ્સ, એનર્જી રિયલ્ટી, એન્ટરટેનમેન્ટ ફાર્મ, એફએમસીજી, આઈટી મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસૂય અને ટેક સ્ટોકસ પણ વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.

શરૂઆતમાં કોરાબારમાં ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ, એચડીએફસી બેંક, ગ્રાસિમ ઈન્ડસટ્રીજ, ભારત પેટ્રોલિયમ કોરપોરેશન, એકિસસ બેંક, એચસીએલ ટેકનોલોજી, એસબીઆઈ, ભારતી એરટેલ અને બજાજ ઓટોના સ્ટોકસમાં વધારો જોવા મળ્યો છે. જયારે ઘટાડા વાળા સ્ટોકસમાં હિરો મોટોકોપ અને ઓએનજીસી નજરે પડી રહ્યા છે.આજે જેટ એરવેજ, યુરેકા ઈન્ડસ્ટ્રીજ, હિંદુસ્તાન એવરેસ્ટ ટૂલ સહિત ૨૩ કંપનીઓ પોતાના પરિણામો જારી કરશે. આ કંપનીઓ ડિસેમ્બર કવાર્ટરના પરિણામો જારી કરશે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોમાં હજું પણ ખરીદદારોનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૨૨,૦૩૮ કરોડ રુપિયાના શેરની ખરીદી કરી છે. સામાન્ય બજેટમાં એલાનો બાદ વિદેશી રોકાણકારોના સેન્ટીમેન્ટ બહાર જોવા મળી રહ્યા છે. ૧થી ૧૨ ફેબ્રુઆરીની વચ્ચે તેમને ૨૦,૫૯૩ કરોડ રૂપિયા ઈકિવટીમાં અને ૧૪૪૫ કરોડ રૂપિયા ડિબેટ સેગ્મેન્ટમાં રોકાણ કર્યા છે.

એશિયાઈ બજાર સોમવારે નવા રેકોર્ડ સ્તર પર ટ્રેડ કરતા નજરે પડી રહ્યા છે. આંતરરાષ્ટ્રી બજારોમાં કાચા તેલના ભાવ લગભગ ૧ વર્ષના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયા છે. જેની અસર દુનિયાભરના બજારોમાં જોવા મળી રહી છે. જાપાનની નિક્કેઈ ૨૨૫.૧૩ ટકાના વધારાની સાથે વ્યસાય કરતા નજરે પડી રહ્યા છે. જયારે હેંગસેંગ, તાઈવાન ઈન્ડેકસ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોજિટમાં સારી તેજી જોવા મળી રહી છે.

ગત શુક્રવારે અમેરિકન બજારોમાં એસએન્ડપી અને નેસ્ડેક ઈન્ડેકસ રિકોર્ડ સ્તર પર બંધ થયું. ડાઓ જોંસ પણ ગ્રીન સિગ્નલ પર બંધ થયું સૌથી વધારે તેજી એનર્જી અને ફાઈનેન્શિયલ શેરોમાં જોવા મળી રહી છે.

(3:59 pm IST)