Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પાંચ દિવસમાં ન્યુઝ કલીકની ૧૦ ઓફિસો પર દરોડા

સંપાદકના ઘરે ૧૦૦ કલાક સુધી તપાસ કરતી ઇડીની ટીમ

નવી દિલ્હી તા. ૧પઃ ન્યુઝ કલીકના એડીટર પ્રબીર પુરકાયસ્થ અને લેખક ગીતા હરિહરન (જે પોર્ટલમાં શેર હોલ્ડર છે) ના ઘરે ૧૦૦ કલાકથી પણ વધારે સમય સુધી ઓનલાઇન ન્યુઝ પોર્ટલના લગભગ ૧૦ પરિસરો પર મંગળવારથી ઇડીના દરોડાઓ શરૂ થયા હતા. ઇડીએ કહ્યું કે ન્યુઝ કલીક પરના દરોડાઓ કથિત મનીલોન્ડ્રીંગ કેસ સાથે જોડાયેલા છે અને એજન્સી આ સંગઠનને સંદિગ્ધ વિદેશી કંપનીઓમાંથી મળેલ નાણાંની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે સામાન્ય રીતે ઇડીના દરોડાઓ એક કે બે દિવસ જ ચાલતા હોય છે પણ અધિકારીઓનું કહેવું છે કે પુરકાયસ્થ અને હરિહરનની ઇલેકટ્રોનિક ડીવાઇસોમાંથી ડેટા કાઢવામાં આવેલી મુશ્કેલીઓના કારણે દરોડામાં આટલો સમય લાગ્યો. જો કે ઇડીના આ લાંબા દરોડાના કારણે એડીટર અને લેખકે પોત પોતાના ઘરોમાં બંધ રહેવું પડયું હતું.

(11:38 am IST)