Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

છાણમાંથી બનશે પેઇન્ટઃ ગામડાઓમાં મળશે રોજગાર

દરેક ગામડામાં આવી ફેકટરી ખોલાવવા ઇચ્છે છે ગડકરીઃ આ ઇકો ફ્રેન્ડલી પેઇન્ટ નોન ટોકસીક, ફુગવિરોધી અને બેકટેરીયા પ્રતિરોધી

નવી દિલ્હી : સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન નિતિન ગડકરી દેશના દરેક ગામમાં છાણમાંથી પેઇન્ટ બનાવવાની ફેકટરી ખોલાવવાની તૈયારીમાં લાગેલા છે. આના માટે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય ખાસ પ્લાન તૈયાર કરવામાં લાગી ગયો છે. છાણમાંથી પેઇન્ટ બનાવવા માટેની એક ફેકટરી ખોલવામાં ૧પ લાખ રૂપિયાનો ખર્ચ આપે છે. ગડકરીનું સ્વપ્ન સાકાર થશે તો દરેક ગામમાં રોજગારી અવસર ઉપલબ્ધ થવાથી શહેરી તરફ પલાયનની સમસ્યા ખતમ થશે.

ગોબરમાંથી બનેલ પેઇન્ટ લોંચ થયા પછી તેની માંગ બહુ ઝડપથી વધી છે. અત્યારે જયપુરમાં ટ્રેનિંગ માટેની વ્યવસ્થા છે. ટ્રેનિંગ માટે એટલી અરજીઓ આવી  છે કે, બધાની ટ્રેનીંગ નથી થઇ શકતી. અત્યારે ૩પ૦ લોકો વેઇટીંગ લીસ્ટમાં છે. ગડકરીઓ ૧ર જાન્યુઆરીએ ખાદીઅને ગ્રામોદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ. પેેઇન્ટ લોંચ કર્યો હતો. આ ઇકોફ્રેન્ડલી પેઇન્ટ અને ટોકસીક, ફુગ વિરોધી અને બેકટેરીયા વિરોધી ગુણો ધરાવે છે. ગાયના છાણમાંથી બનેલ અને આઇએસઆઇ દ્વારા પ્રમાણીત આ પેઇન્ટ ગંધહીન છે. આ પેઇન્ટ ડીસ્ટેમ્પર અને પ્લાસ્૭ીક ઇમલ્સન એમ બે સ્વરૂપમાં ઉપલબ્ધ છે.

(11:39 am IST)