Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સુપ્રિમ કોર્ટમાં ટુંક સમયમાં ફીઝીકલ સુનાવણી શરૂ થશે : ઓનલાઇન સાથે ઓફલાઇન સુનાવણી પણ થશે

વકીલો માટે બંને વિકલ્પો ખુલ્લા : જે લોકો ઇચ્છે તે વર્ચ્યુઅલ સુનાવણી કરી શકશે

નવી દિલ્હી તા. ૧૫ : આખરે સુપ્રિમ કોર્ટે ધીમે ધીમે ફીઝીકલ કોર્ટો શરૂ થવાના સંકેત આપ્યા હતા. સાથોસાથ ફીઝીકલ સુનાવણી સાથે જે વકીલો વર્ચ્યુઅલ સુનાવણી કરવા માંગતા હોય તે સીસ્ટમ પણ ચાલુ રહેશે. આમ, સુપ્રિમ કોર્ટમાં હવે ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારની કામગીરી શરૂ થવા જઇ રહી છે.

કોરોના કાળમાં સુપ્રિમ કોર્ટ સહિત ભારતભરની અદાલતોમાં છેલ્લા ૧૧ માસથી ફીઝીકલ કાર્યવાહી બંધ થઇ ગયેલ હતી પરંતુ હવે કોરોનાનો કહેર ધીમો પડતા આગામી તા. ૧લી માર્ચથી કોર્ટો શરૂ થવા જઇ રહી છે. ત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા મુખ્ય કોર્ટોમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે વકીલો સુનાવણી થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટની સમન્વય સમિતિના જણાવ્યા મુજબ ટુંક સમયમાં હાઇબ્રિડ સુનાવણી શરૂ કરવામાં આવશે અને એસ.ઓ.પી. જાહેર કરવામાં આવશે અને ફીઝીકલ કોર્ટ સાથે આભાસી કોર્ટો પણ ચાલુ રહેશે.

નાના વકીલોની માંગણી એવી હતી વર્ચ્યુઅલ સુનાવણીના કારણે તેઓના વ્યવસાય ઉપર માઠી અસર પડી છે ત્યારે જલ્દી ફીઝીકલ કાર્યવાહી શરૂ કરવી જોઇએ. વકીલોની માંગણી સંતોષાતા હવે તેઓને ઓનલાઇન - ઓફલાઇનના બંને વિકલ્પો મળી રહેશે.

(11:40 am IST)