Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

યુ.એસ.ના ન્યુયોર્કમાં ગેરકાયદે વસાહતીઓ તથા બેરોજગારોની વહારે બુદ્ધ મંદિર : યુનાઇટેડ શેરપા એશોશિએશનના ઉપક્રમે 1 એપ્રિલ 2020 થી શરૂ કરાયેલા ફૂડ લોન્ચિંગ પ્રોગ્રામનો લાભ લઇ રહેલા અનેક જરૂરિયાતમંદ પ્રજાજનો

ન્યુયોર્ક : યુ.એસ.ના ન્યુયોર્કમાં આવેલા બુદ્ધ મંદિરમાં યુનાઇટેડ  શેરપા એશોશિએશનના ઉપક્રમે 1 એપ્રિલ 2020 થી  ફૂડ પ્રોગ્રામ લોન્ચિંગ કરાયો છે. આ પ્રોગ્રામનો અનેક ગેરકાયદે વસાહતીઓ તથા બેરોજગાર લોકો લાભ ઉઠાવી રહ્યા છે.

ફૂડ પ્રોગ્રામ અંતર્ગત  ભોજન કરવા માટે આવતા લોકોને ભાત ,શાકભાજી ,ફ્રૂટ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. લોકડાઉંન દરમિયાન નોકરી ગુમાવી બેઠેલા અનેક ગેરકાયદે વસાહતીઓ તેમજ અભ્યાસ માટે આવેલા અનેક નેપાળી સ્ટુડન્ટ્સ પણ આ પ્રોગ્રામનો લાભ  લઇ રહ્યા છે.તેવું મિન્ટ દ્વારા જાણવા મળે છે.

 

(12:49 pm IST)