Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મિશ્રમાં બિયરની પ્રાચીન ફેકટરી મળી

યુએસ, તા. ૧૫ :. અમેરિકા અને મિશ્રના પુરાતત્‍વવિદ્દોએ ખોદકામ દરમિયાન બિયરની પ્રાચીન ફેકટરી શોધી કાઢી છે. પુરાતત્‍વ અધિકારીએ આ જાણકારી આપી હતી. પ્રાચીન વસ્‍તુઓના સર્વોચ્‍ચ વિભાગના સિનીયર સેક્રેટરી મુસ્‍તફા વજીરીએ કહ્યુ કે આ ફેકટરી નીલ નદીના પヘમિમાં પ્રાચીન કબ્રસ્‍તાન એબીડોસમા મળી છે. જે દક્ષિણિ કાહીરાથી ૪૫૦ કિ.મી. દૂર છે. આ ફેકટરી કિંગ નાસ્‍મેરના ક્ષેત્રમાં આવેલી છે. જેનો પહેલો વંશકાળ ૩૧૫૦ ઈસા પૂર્વથી ૨૬૧૩ ઈસા પૂર્વની શરૂઆતમાં પ્રાચીન મિશ્રના એકીકરણ માટે જાણીતો હતો. ૬૫ ફૂટ લાંબી અને ૮ ફુટ પહોળી એવી ૮ ઈકાઈયા મળી છે. જેમાં માટીના લગભગ ૪૦ વાસણો મળ્‍યા છે જે બિયર ઉત્‍પાદન માટે અનાજ અને પાણીના મિશ્રણને ગરમ કરવાના કામમાં આવતા હતા. પ્રાચીન મિશ્રમાં બલીપ્રથા દરમિયાન બીયરના ઉપયોગ દર્શાવતા પુરાવાઓ મળ્‍યા છે. બ્રિટેનના પુરાતત્‍વવિદ્દોએ સૌથી પહેલા ૧૯૦૦ની શરૂઆતમાં ફેકટરીના અસ્‍તિત્‍વનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેનાથી એવુ જાણી શકાયુ ન હતુ કે તે કઈ જગ્‍યાએ હશે.

(1:30 pm IST)