Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

હવે વિમા પોલીસીને ડિજીલોકરમાં રાખી શકશો

નવી દિલ્‍હી, તા. ૧૫ :. તમે હવે ઝડપથી સરકારના ડિજીલોકરનો ઉપયોગ વિમા પોલીસી દસ્‍તાવેજો સુરક્ષિત રાખવા માટે કરી શકશો. વિમા નિયામક અને વિકાસ પ્રાધીકરણ-ઈરડાએ વિમા કંપનીઓને ડિજીલોકરનો ઉપયોગ કરી ડિજીટલ પોલીસી ઈસ્‍યુ કરવાની સૂચના આપી છે.

ઈરડાએ વિમા કંપનીઓને ડિજીલોકરની સુવિધા અને ઉપયોગ વિમાધારકોને સમજાવવા માટે નિર્દેશ આપ્‍યો છે. વર્તમાન સમયમાં ડ્રાઈવીંગ લાયસન્‍સ, ગાડીનું રજીસ્‍ટ્રેશન, મતદાર ઓળખપત્ર, પાનકાર્ડ, આધારકાર્ડ, સરકાર દ્વારા ઈસ્‍યુ કરવામાં આવેલા કોઈ અન્‍ય દસ્‍તાવેજોને ડિજીલોકરમાં રાખવાની સુવિધા ઉપલબ્‍ધ હતી. મણીપાલ સિગ્‍મા હેલ્‍થ ઈન્‍સ્‍યોરન્‍સના મુખ્‍ય અધિકારી પ્રિયા દેશમુખ ગીલીબલે જણાવ્‍યુ કે આ પગલુ વિમાધારકોના વિમા દસ્‍તાવેજ સુરક્ષિત રાખવા અને તેનો આસાન ઉપયોગ કરવા મદદરૂપ થશે.

(1:31 pm IST)