Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જસ્‍ટીસ કુરેશીને સુપ્રીમમાં લાવવા બાબતે કોલેજીયમમાં અસહમતિ

નવી દિલ્‍હી તા. ૧૫ : ત્રિપુરા હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયધીશ અકીલ કુરેશીને સુપ્રીમ કોર્ટમાં લાવવા પર મુખ્‍ય ન્‍યાયધીશ જસ્‍ટીશ એસ. એ. બોબડેના નેતૃત્‍વવાળી કોલેજીયમમાં સહમતી સાધી શકાય નહોતી.

આ પહેલા આ આવો વિવાદ ૨૦૧૫ માં મુખ્‍ય ન્‍યાયધીશ એચ.એલ. દત્તુના કાર્યકાળ દરમિયાન પણ સર્જાયો હતો.

એ સમયે ન્‍યાયપાલિકા અને સરકાર વચ્‍ચે નેશનલ જયુડીશીયલ એપોન્‍ટમેન્‍ટસ કમીશનને લઇને તકરાર ચાલી રહી હતી. જો કે આ વખતે આ ગતિરોધ આંતરિક છે. પહેલા પણ કુરૈશીના નામને લઇને નિર્ણય લેવામાં મુશ્‍કેલી સર્જાઇ હતી.

ગુજરાત હાઇકોર્ટના જજ રહેલા જસ્‍ટીસ કુરેશીની ત્રિપુરાના મુખ્‍ય ન્‍યાયધીશ તરીકે નિમણુંકમાં પણ કોલેજીયમ માટે વિવાદ બાધારૂપ બન્‍યો હતો. પહેલા તેમને મધ્‍યપ્રદેશ હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયધીશ બનાવવામાં આવ્‍યા હતા. પરંતુ સરકારની મુશ્‍કેલીઓ પછી ત્રિપુરા મોકલી દેવાયા. ત્‍યારે કોલેજીયમનું નેતૃત્‍વ રંજન ગોગોઇ કરી રહ્યા હતા.

(1:32 pm IST)