Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વિજયભાઈ રૂપાણીને માઈલ્ડ કોરોના પોઝીટીવ

કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પણ કોરોનામાં સપડાયા : ૧૪ દિ' કવોરન્ટાઈન : છેલ્લા થોડા દિવસોથી સેંકડો નેતાઓ - કાર્યકરોને મળ્યા હોય ભાજપમાં ફફડાટ : બધા કોરોના ટેસ્ટ કરાવવા દોડ્યાઃ ચૂંટણી ટાણે ફટકો : પ્રચાર માટેનો વ્યૂહ બદલવો પડશે : નવા નેતા મેદાનમાં ઉતારાશે : વિજયભાઈ વિડીયો દ્વારા સભાઓ ગજવશે?

રાજકોટ તા. ૧૫ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના ટેસ્ટ માઇલ્ડ પોઝિટિવ આવ્યાનું સત્તાવાર જાહેર થયું છે. વિજયભાઇના તમામ કાર્યક્રમો રદ્દ થયા છે અને તેઓને ૧૪ દિવસ કોરન્ટાઇન રહેવું પડશે. જાણીતા ફિઝીશ્યન ડો. આર.કે.પટેલની સારવાર હેઠળ હાલમાં યુ.એન.મહેતા હોસ્પિટલ (અમદાવાદ) ખાતે સારવાર લઇ રહ્યા છે. તેમની તબિયત સ્ટેબલ છે. તેઓ પ્રચારમાં હવે ભાગ લઇ શકશે નહિ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ નંબર વન સ્ટાર પ્રચારક છે. તેમના સંપર્કમાં આવેલ તમામને કોરોના ટેસ્ટ કરાવી લેવા કહેવાયું છે.

ડો. યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના ડાયરેકટર ડો. આર.કે.પટેલની યાદીમાં જણાવ્યા મુજબ વિજયભાઈનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવાતા તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને તેમને કોરોનાની સારવાર માટે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. ડો. મહેતાના જણાવ્યા પ્રમાણે કોરોનાના રીપોર્ટ એચઆરસીટી, HRCT THORAX, IL-6, D-DIMER અને ઓકિસજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેઓની પરિસ્થિતિ સ્ટેબલ છે.

દરમિયાન વિજયભાઇ સાથે ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર રહેલ અને સંપર્કમાં આવેલ ગુજરાત ભાજપના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તથા ભાજપના સાંસદ વિનોદભાઇ ચાવડાને પણ કોરોના પોઝિટિવ આવતા ભાજપમાં રીતસર ફફડાટ વ્યાપ્યો છે.

વિજયભાઇ, ભીખુભાઇ, વિનોદભાઇ અનેક નેતાઓ - કાર્યકરોને છેલ્લા થોડા દિવસોમાં મળ્યા છે ત્યારે હવે સેંકડો લોકોને કોરોના છે કે કેમ તે જાણવા ટેસ્ટ કરાવવા પડશે.

અનેક નેતાઓને આઇસોલેટ થવું પડશે. પ્રચાર કાર્યમાં છેલ્લા દિવસોમાં મોટી અસર પહોંચશે. સંભવતઃ વિજયભાઇ હવે 'વર્ચ્યુઅલ' સભાઓને વિડીયો કોન્ફરન્સીંગથી સંબોધે તેવી સંભાવના છે.

ભાજપને હવે ચૂંટણી પ્રચાર વ્યૂહ રચનામાં ફેરફાર કરવો પડશે અને આ મહત્વના નેતાઓને સ્થાને અન્ય નેતાઓને સામેલ કરવા પડશે.

વિજયભાઇને વડોદરામાં સભા દરમિયાન ચક્કર આવતાં સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનો કોરોનો ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સીએમ રૂપાણીના સંપર્કમાં આવેલાં ભીખુભાઇ દલસાણિયા, વિનોદભાઇ ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે.

વિજયભાઇને છેલ્લા ૩ દિવસથી તાવ આવતો હતો તેવું જણાવવામાં આવી રહ્યું છે. જે બાદ ગત રોજ તેઓનો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે બાદ ગત રોજ તેઓનો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

વડોદરામાં ચક્કર આવીને ઢળી પડતાં સીએમ રૂપાણીને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેઓનાં તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ નીકળ્યો હતો.

કોરોના પોઝિટિવ આવવાને કારણે હાલ સીએમ રૂપાણીની સારવાર યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓને કોરોનાનાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. કોરોનાને કારણે સીએમ વિજયભાઇ રૂપાણી ૧૪ દિવસ સુધી કવોરન્ટાઈન રહેશે. આ ઉપરાંત મેડિકલ બુલેટીનમાં તેઓનું ઓકિસજન લેવલ પણ નોર્મલ છે. અને હાલ તેઓની હાલત સ્થિર છે.

(3:06 pm IST)