Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો થશે

ટુંક સમયમાં મળશે સારા સમાચાર : મુસાફરી ભથ્થામાં પણ થશે વધારો

નવી દિલ્હી તા. ૧૫ : કેન્દ્ર સરકાર ૫૦ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખથી વધુ પેન્શનર્સને જલ્દી સારા સમાચાર આપવા જઈ રહી છે. હકીકતમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાતની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ રાહ જલ્દી ખતમ થઈ શકે છે. કેન્દ્ર સરકારી આ મહિને કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ૪%નો વધારો કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ તેમના વેતનમાં સીધો વધારો થશે. જણાવી દઈએ કે, શ્રમ વિભાગે ઓલ ઈન્ડિયા કંઝયૂમર પાઈસ ઈંડેકસની જાહેરાત થોડા સમય પહેલા જ કરી હતી. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓમાં મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને આશાઓ વધી રહી છે. કેન્દ્ર સરકાર AICPIથી મોંઘવારી ભથ્થાનો દર નક્કી થાય છે.

સરકાર ટીએમાં પણ કરશે ૪%નો વધારો કરશે તેનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોટો ફાયદો મળશે. ૭માં પગાર પંચ અનુસાર, જો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪%ની વૃદ્ઘિ થાય તો તેમની યાત્રાના ભથ્થામાં ૪%નો વધારો થશે. જો કે, કેન્દ્રીય કર્મચારીઓને ૧ જુલાઈ ૨૦૨૦થી ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી DA નહીં આપવામાં આવે. હકીકતમાં કેન્દ્ર સરકારે કોરોના સંકટના કારણે એપ્રિવ ૨૦૨૦માં મોંઘવારી ભથ્થા પર રોક લગાવી છે. ત્યારે કરવામાં આવેલ કેન્દ્રીય જાહેરાત અનુસાર, જુન ૨૦૨૧ સુધી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળશે નહીં.

DA અને ડિયરનેસ રીલીફ (DR)ની ચુકવણી નથી કરાઈ રહી. હાલ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ૧૭% છે. DAમાં ૪%ની વૃદ્ઘિ બાદ મોંઘવારી ભથ્થું ૨૧% થઈ જશે અને ટ્રાવેલ અલાઉન્સ પણ ૪% વધશે. તેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનર્સમાં સારી એવી વૃદ્ઘિ થશે. કેન્દ્ર સમયે સમયે મોંઘવારી ભથ્થામાં સંશોધન કરે છે. DAના ગણના બેસિક પગારના આધાર પર થાય છે. કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારીને ધ્યાનમાં રાખી તેમનો ખર્ચો સહન કરવામાં મદદ કરવા માટે આ ભથ્થું આપે છે. તેની જાહેરાત જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વખત કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થાને HRA સાથે જોડવામાં આવે છે.

(3:12 pm IST)