Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સીમાથી સેનાને હટાવી મોદી સરકારે ચીન સામે સરેન્ડર કર્યું

પુર્વ રક્ષામંત્રી એન્ટનીનું નિવેદન

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ રક્ષામંત્રી એ.કે.એટંનીએ ચીન સીમાથી સેનાને પાછળ કરવાની મોદી સરકારના નિર્ણયની આલોચના કરતા જણાવેલ કે સરકારે ચીન સામે સરેન્ડર કર્યુ છે. ગલવાન વર્ષ ૧૯૬૨માં પણ વિવાદીત ન હતુ અને સરકાર ઐતિહાસિક તથ્યને છુપાવી ન શકે.

એટંનીએ વધુુમાં જણાવેલ કે મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ધ્યાન નથી આપી રહી. ભારત પાસે ફિંગર-૪ ઉપર પોસ્ટ તો છે, પણ ભારતીય સેના ફિંગર-૩ સુધી જ પેટ્રોલીંગ કરશે.આ પુરી રીતે સરેન્ડર છે. આપણે પોતાની પારંપરીક જમીન અને હિત ગુમાવી દિધા છે. ડિસઇંગેઝમેન્ટ અને બકર ઝોનના નિર્ણય ચીન સામે હથિયાર હેઠા મુકવા જેવું છે.

(3:14 pm IST)