Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પહેલા કોરોના લોકડાઉન અને પછી બર્ડ ફલુએ પક્ષીઓના દાણા મુશ્કેલ કર્યા

નવી દિલ્હી,તા.૧૫: વિશ્વ વ્યાપી કોરોના મહામારી બાદ બર્ડ ફલુએ પક્ષી પ્રેમીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે. કોરોના સામે માનવ અને બર્ડ ફલુથી પક્ષીઓ ઝઝુમી રહ્યા છે. બીમારીના કારણે દિલ્હીના રસ્તા કીનારે કબુતરોના ઝુંડને ચણ નાખનાર પક્ષી પ્રેમીઓની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. જેથી ચણ વેચનારની આવક ઉપર ફટકો પડ્યો છે. રાજધાનીના કોનોટ પ્લેસથી લઇને અનેક ચોક ઉપર લોકો નિયમિત ચણ નાખતા હતા. પણ કોરોના લોકડાઉન અને ત્યારબાદ બર્ડ ફલુના લીધે સંખ્યા ઘટી છે. પહેલા જ્યાં ચણ નાખવા લાઇનમાં ઉભા રહેવુ પડતુ હવે ત્યાં ગણતરીના લોકો જ આવે છે.

(3:57 pm IST)