Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

તમે ભલે ખરબોની કંપની હશો પણ લોકોની પ્રાઇવસીની સુરક્ષા અમારી જવાબદારી છે : સુપ્રીમ

નવી પ્રાઇવસી પોલીસી અંગે ફેસબુક - વોટ્સએપને નોટીસ ફટકારી જવાબ માંગ્યો

નવી દિલ્હી તા. ૧૫ : નવી પ્રાઈવસી પોલિસીના સંબંધમાં સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સએપને નોટિસ મોકલી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને ફેસબુકને કહ્યું કે પ્રાઈવસી એક મહત્વનો મુદ્દો છે. તમે ૨-૩ ખરબ ડોલરની કંપની હોઈ શકો છો, પરંતું લોકોમાં ડર છે કે તેમના ડેટાને બીજે કયાંક વેચવામાં આવી રહ્યો છે. લોકોના પ્રાઈવસીની સુરક્ષા કરવી અમારી જવાબદારી છે.

એક જનહિતની અરજીના કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ અને ફેસબુકની નવી પ્રાઈવસી પોલિસીથી લોકોની પ્રાઈવસીનું હનન થઈ રહ્યું છે અને ડેટા લીત કરવામાં આવી રહ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે વોટ્સએપ અને ફેસબુક યુરોપ માટે અલગ માપદંડ રાખે છે અને ભારત માટે અલગ નિયમ છે એ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે બન્ને કંપનીઓ પાસેથી જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રવીન ખંડેલવાલે આરોપ લગાવ્યો છે કે વોટ્સએપએ 'માઈ વે યા હાઈવે'નો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. જે મનમાન્યા, અનુચિત, અસંવૈધાનિક છે. આ ભારત જેવા લોકતાંત્રિક દેશોમાં સ્વીકાર નથી કરી શકાતા. વોટ્સએપ વ્યકિતગત ઉપયોગકર્તાના ડેટાને છેતરપિંડીથી ભેગુ કરી રહ્યું છે. ભારતમાં પોતાના લોન્ચના સમયે, વોટ્સએપના ઉપયોગકર્તાઓના ડેટા અને મજબૂત ગોપનીયતા સિદ્ઘાંતોને શેર ન કરવાના વાયદાના આધાર પર આકર્ષિત કર્યા. ૨૦૧૪માં પણ ફેસબુક દ્વારા વોટ્સએપના અધિગ્રહણ બાદ જયારે ઉપયોગકર્તાઓએ પોતાના ડેટાની પ્રાઈવેસી પર શંકા કરવાનું શરૂ કર્યુ હતુ. કેમ કે તેમને ડર હતો કે તેમના વ્યકિતગત ડેટાને ફેસબુકની સાથે શેર કરવામાં આવશે. તે સમય વોટ્સએપે વાયદો કર્યો હતો કે તેની માલિકી બાદ પ્રાઈવસી નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે ઓગસ્ટ ૨૦૧૬માં વોટ્સએપ પોતાના વાયદાથી પીછે હટ કરી અને એક નવી ગોપનીયતા નીતિ રજુ કરી જેમાં તેણે પોતાના યુઝર્સના અધિકારો સાથે ગંભીર રુપે સમજૂતિ કરી અને ઉપયોગકર્તાઓની ગોપનીયતા અધિકારોને પૂરી રીતે નબળા બનાવી દીધા.

નવી પ્રાઈવસી નીતિ હેઠળ આને વાણિજય વિજ્ઞાપન અને માર્કેટિંગ માટે ફેસબુક અને તેની તમામ ગ્રુપ સમૂહ કંપનીઓની સાથે વ્યકિતગત ડેટા શેર કર્યો છે. ત્યારથી કંપની પોતાની નીતિઓમાં ફેરફાર કરી રહી છે. જેથી સૂચનાઓની એક વિસ્તૃત શ્રૃંખલાને ભેગી કરી સંસાધિત કરી શકાય અને ત્રીજા પક્ષને ડેટા આપી શકાય.

(3:58 pm IST)