Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જાન્યુઆરીમાં હોલસેલ ફુગાવા દર ડિસે.ના ૧.૨૨ ટકા કરતા અંદાજે ૨ ટકા વધ્યો

ખાદ્યવસ્તુઓની મોંઘવારીમાં જોવા મળી નરમાઇ : હોલસેલ પ્રાઇઝ ઇન્ડેકસ ૨.૦૩ ટકાએ પહોંચ્યો

નવી દિલ્હી તા. ૧૫ : ડિસેમ્બર મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઈન્ડેકસ ૧.૨૨ ટકા પર હતી. જાન્યુઆરી મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઈન્ડેકસ વધીને ૨.૦૩ ટકા પર પહોંચી ગઈ છે. સોમવારે સરકારી આંકડાથી આ અંગે જાણકારી મળી છે. ગત વર્ષની સમાન સમયમાં ૩.૫૨ ટકા પર રહ્યો હતો. વાણિજય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માસિક હોલસેલ મોંઘવારી દર જાન્યુઆરી ૨૦૨૧ માટે ૨.૦૩ ટકા વધ્યો છે. ગત વર્ષ સમાન સમયમાં આ ૩.૫૨ ટકા પર હતો.

ફેબ્રુઆરી ૨૦૨૦ બાદ આ ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં આ ૨.૨૬ ટકા પર હતો. આ દરમિયાન કોર હોલસેલ ફુગાવો ગત મહિને ૪.૧ ટકાથી વધીને ૫.૨ ટકા હતો. જાન્યુઆરી ૨૦૨૧માં ખાદ્ય વસ્તુઓની મોંઘવારીમાં નરમાઈ જોવા મળી. જયારે નિર્મિત વસ્તુઓના ભાવમાં વૃદ્ઘી જોવા મળી. જાન્યુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર - ૨.૮ ટકા રહ્યો. જયારે ગત મહિને આ -૧.૧૧ ટકા હતો.

આ દરમિયાન શાકભાજી અને બટાકાનો મોંઘવારી ગર -૨૦.૮૨ ટકા અન -૨૨.૦૪ ટકા રહ્યો. જયારે ઈંધણનો મોંઘવારી દર ૪.૭૮ ટકા પર રહ્યો. બિન ખાદ્ય વસ્તુઓના ભાવમાં ૪.૧૬ ટકાની વૃદ્ઘિ થઈ છે.

ભારતીય રિઝર્વ બેંકે ૫ ફેબ્રુઆરીએ સમાપ્ત થયેલા મૌદ્રિક નીતિ બેઠકમાં નીતિગત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. સતત ચોથા આરબીઆઈના વ્યાજ દરો યથાવત છે. આરબીઆઈએ એમ પણ કહ્યુ હતુ કે નજીકના ભવિષ્યમાં મોંઘવારી દર સુધરશે. ગત અઠવાડિયામાં જારી આંકડાથી ખબર પડે છે કે રિટેલ મોંઘવારી દર ૪.૦૬ ટકા રહ્યો હતો.

(3:58 pm IST)