Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ખોટા ખર્ચાથી બચાવશે પ્રિપેડકાર્ડ

નવી દિલ્‍હી, તા. ૧૫ :. કોરોના સંકટ પછી ઓનલાઈન લેતીદેતી તેજીથી વધી રહી છે. જો કે આ પછી લોકો ઉપર આર્થિક બોજ પણ વધ્‍યો છે. આ ગાળામાં સૌથી વધુ ક્રેડિટકાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. તજજ્ઞોનું કહેવુ છે કે જો તમે તમારા ખર્ચાને કંટ્રોલ કરવા માગો છો તો ક્રેડિટકાર્ડની જગ્‍યાએ પ્રિપેડકાર્ડ અને મોબાઈલ વોલેટનો ઉપયોગ કરો.

જો તમે પ્રિપેડકાર્ડ કે વોલેટનો ઉપયોગ કરો છો તો તમે એક લિમીટ નક્કી કરી શકો છો. તમે મહિનાના તમારા બજેટ મુજબ તેમા પૈસા નાખી શકો છો. આવી રીતે તમારો ખોટો ખર્ચ રોકી શકાશે. પ્રિપેડકાર્ડ હવે તમે ઓનલાઈન પણ લઈ શકો છો.

(4:27 pm IST)