Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વૈજ્ઞાનિક અને ધાર્મિક રીતે ફાયદાકારક હોવાથી મંદિરોમાં ઘંટ વગાડવાનું મહત્‍વઃ ગરૂડ-દ્વાર-હાથ અને ઘંટા એમ ચાર પ્રકારના મુખ્‍ય હોય છે ઘંટ

અમદાવાદઃ મંદિરની અંદર જતાં પહેલાં ઘંટ વગાડવાનું પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે. સામાન્ય રીતે દરેક લોકો મંદિરમાં પ્રવેશતા પહેલાં ઘંટ વગાડે છે. ત્યારે શું તમે જાણો છો કે, મંદિરમાં પ્રવેશતા પહેલાં ઘંટ કેમ વગાડવામાં આવે છે? આ ઘંટ વગાડવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. આ સાથે ઘંટના પણ અનેક પ્રકાર હોય છે. તે જોઈએ.

મુખ્ય 4 પ્રકારના હોય છે ઘંટઃગરુડ ઘંડ

આ પ્રકારના ઘંટ આકારમાં નાના હોય છે. મંદિરની અંદર આ ખાસ પ્રકાર ઘંટ રાખવામાં આવે છે. આ ઘંટને હાથથી પકડીને વગાડવામાં આવે છે. આ પ્રકારના ઘંટ તમે પૂજારીના હાથમાં અને ઘરના મંદિરમાં જોયા હશે.

દ્વાર ઘંટ

આ ઘંટના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ પ્રકારની ઘંટડીને મંદિરના દ્વાર પર લગાવવામાં આવે છે. આ પ્રકારની ઘંટડીનો આકાર નાનો અને મોટો પણ હોય શકે છે. જેને ઘરની અંદર રાખેલા મંદિરની અંદર પણ લગાવવામાં આવે છે.

હાથ ઘંટ

આ ઘંટડીનું સ્વરૂપ પ્રાચીન છે. જેમાં ગોળ આકારની પ્લેટને લાકડીથી વગાડવામાં આવે છે. જેનાથી ઘંટનો આવજ નીકળે છે. આ અવાજ સામાન્ય ઘંટ કરતા ઘણો વધારે હોય છે. હાથ ઘંટમાં વગાડાતી પ્લેટ પિતળની હોય છે.

ઘંટા

આ પ્રકારનો ઘંટ આકારમાં ઘણો જ મોટો હોય છે. જ્યારે આ વિશાળ ઘંટ વાગડવામાં આવે છે ત્યારે તેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાય છે. આ પ્રકારના ઘંટને મંદિરની બહાર કે પછી કોઈ વિશાળ દ્વાર પર જોયો હશે.

મંદિરમાં ઘંટ લગાવવા પાછળનું કારણ

મંદિરમાં ઘંટ લગાવવા પાછળ ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક કારણે પણ રહેલું છે. ઘંટડીનો અવાજ જ્યારે વાતાવરણમાં ગૂંજે છે ત્યારે એક પ્રકાર તરંગો ઉત્પન્ન થાય છે. જે હવામાં જીવાણું અને સૂક્ષ્મ જીવનો નાશ કરે છે. અને વાતાવરણને શુદ્ધ કરે છે. એવું માનવામાં આવે છે કે, જે સ્થાન પર ઘંટડીથી નિયમિત રૂપે તરંગો ઉત્પન્ન થાય છે સ્થાન હંમેશા શુદ્ધ અને પવિત્ર રહે છે. આવા સ્થાન પર ક્યારેય પણ નેગેટિવ એનર્જિ પ્રવેશ નથી કરતી.

ઘંટ પાછળનું ધાર્મિક કારણ

ઘંટ વગાડવવા પાછળ મુખ્ય ત્રણ કારણો રહેલા છે. સૌથી પહેલું કારણ કે મંદિરમાં પ્રવેશતા પહેલાં ઘંટ વગાડો છો મતલબ કે દેવી દેવાતાઓ સામે તમે તમારી હાજરી રજૂ કરો છો. એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી મંદિરમાં બિરાજમાન દેવી-દેવતાઓની મૂર્તિઓમાં નવી ચેતના આવી જાય છે. અને તે બાદ પૂજા કરવાથી ઘણી ફાયદાકારક અને પ્રભાવશાળી રહે છે. આ સાથે ઘંટ વગાડવાથી મનમાં એક આધ્યાત્મિક ભાવ પણ આવે છે. ઘંટડીની અવાજને જ્યારે તમે ખુદ સાથે જોડીને જુઓ છો ત્યારે તમને એક શાંતિનો અહેસાસ થશે. ગ્રંથોમાં એવું પણ કહેવાયું છે કે, ઘંટ વગાડવાથી વ્યક્તિ પાપમુક્ત થઈ જાય છે. જો કે, તે માણસના કર્મો પર આધાર રાખે છે. પૂરાણોમાં એવું પણ કહેવાયું છે કે, સૃષ્ટિની રચના સમયે જે અવાજ ગૂંજ્યો હતો એ ઘંટડી તેનું પ્રતિક છે. માટે આજે પણ જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય છે અથવા તો કોઈ નવા કાર્યોની શરૂઆત થયા છે ત્યારે ઘંટડી વગાડીને ખુશી વ્યક્ત કરવામાં આવે છે.

ઘંટ વગાડવાથી સ્વાસ્થ્યને લાભ

ઘંટ વગાડવાથી સ્વાસ્થ્ય પર અનેક લાભ થાય છે. આમ તો બજારમાં ઘણા પ્રકારની ઘંટડી મળે છે પરંતુ કૈડમિયમ, જિંક, નિકેલ, ક્રોમિયમ અને મેગ્નીશિયમથી બનેલી ઘંટડીને જ્યારે વગાડવામાં આવે છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન થાય છે જે મગજના ડબા અને જમણા ભાગને સંતુલિત કરે છે. ઘંટનો અવાજથી શરીરના તમામ 7 હીલિંગ સેન્ટરને સક્રિય કરે છે જેનાથી મન શાંત રહે છે. ઘંટડીનો અવાજ મન, મગજ અને શરીરને એક પોઝિટિવ એનર્જી આપે છે. જો કે, કેટલાક પુરાણો અને ગ્રંથોમાં એવી પણ માહિતી મળે છે કે, જ્યારે પ્રલય આવશે ત્યારે પણ આ જ પ્રકારનો અવાજ ગૂંજશે કેમ કે, પુરાણોમાં મંદિરની બહાર લાગેલા ઘંટને કાળનું પ્રતિક માનવામાં આવે છે.

(5:09 pm IST)