Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રયિંકાસિંહ સામેની ફરિયાદ રદ કરવા કોર્ટનો ઇન્કાર

રિયાચક્રવર્તી એ સુશાંતની બહેનો સામે ફરિયાદ નોંધાવી હતી : બીજી બહેન મિતુ સિંહસામેની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી દીધી

મુંબઈ, તા. ૧૫ : બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા એક કેસની સુનવણી દરમિયાન તેની એક બહેનને બોમ્બે હાઈકોર્ટે સોમવારે ઝટકો આપ્યો છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ ફગાવવા માટે સુશાંતની બહેન મીતૂ અને પ્રિયંકાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પર સુનવણી કરતા હાઈકોર્ટે મીતૂ સામે નોંધાયેલી અરજી રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બહેન પ્રિયંકા સામે નોંધાયેલી  ફરિયાદ ફગાવવાનો ઈનકાર કરી દીધો છે.

ઉલ્લેખનિય છે કે, સુશાંતની ગર્લફ્રેન્ડ રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગત વર્ષે સુશાંતની બંન્ને બહેનો મીતૂ સિંહ અને પ્રિયંકા સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે બહેનોએ દિલ્હીના એક ડોક્ટર સાથે મુલાકાત કરી હતી અને સુશાંતની મેન્ટલ હેલ્થ વિશે કોઈ પણ જાણકારી વિના બોગસ ચિઠ્ઠી બનાવી હતી. રિયાએ આરોપ લગાવ્યો હતો કે આ સલાહથી આપવામાં આવેલી દવાના પાંચ દિવસ બાદ સુશાંતનું મોત થયું હતું. રિયાની ફરિયાદ પર મુંબઈ પોલીસે ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પ્રિયંકા સિંહ, મીતૂ સિંહ અને ડૉ. તરુણ કુમાર સામે ફરિયાદ નોંધાવી હતી.

(7:09 pm IST)