Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

શાકભાજી, પૈસા અને દારૂથી લઇને તમે જે પણ કરી શકો છો તેનું દાન કરવુ જાઇઍઃ ખેડૂત આંદોલનમાં કોîગ્રેસના નેતા વિદ્યા શનીનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસ નેતા વિદ્યા રાનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે કાર્યકર્તાઓને આંદોલન માટે દારુનું દાન કરવાની અપીલ કરી છે. હરિયાણા કોંગ્રેસ નેતા વિદ્યા રાનીએ કહ્યું કે, આપણા તમામ કાર્યકર્તાઓએ આ માટે આગળ આવવું જોઈએ, જે દાન કરી શકે છે અને કરવું પણ જોઈએ. શાકભાજી, પૈસા અને દારૂથી લઈને તમે જે પણ કરી શકો છે, તે કરવું જોઈએ.

કોંગ્રેસ નેતાના આ વીડિયોને લઈને ટ્વીટર યુઝર્સ ખૂબ જ ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું છે કે, ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે કે, પછી પાર્ટી? જેમાં દારૂના પણ દાનની જરૂર પડી રહી છે

આ વીડિયોમાં વિદ્યા રાની ખેડૂત આંદોલનમાં દારૂનું દાન કરવાની વાત કહી રહી છે. વીડિયોમાં કેટલાક લોકો વચ્ચે ઉપસ્થિત કોંગ્રેસની મહિલા નેતા કહે છે કે, “આપણે અનેક ઠેકાણે પદયાત્રા કરીશું. જેનાથી અમારી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાશે. અમારી પાર્ટી એક નવો જન્મ લેશે. આ વખતે જે આંદોલન આપણને મળ્યું છે, તે 26 જાન્યુઆરીએ ખતમ થઈ ગયું હતું. જો કે ખેડૂતોના મક્કમ ઈરાદાના કારણે આ ફરીથી ઉભુ થયું છે અને તેને આપણે ચલાવવાનું છે. ખેડૂતોએ તો પોતાના તરફથી કોઈ કસર છોડી નથી.

ખેડૂતોએ પોતાની તરફથી થઈ શકે તેવી ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે. હું કહીશ કે, દરેક સાથીની જેટલી હિંમત છે, પછી તે રૂપિયા હોય તે દાન કરી શકે છે. શાકભાજીનું દાન કરી શકે છે, ઘીનું દાન કરી શકે છે, દારુનું પણ દાન કરી શકે છે. જેટલો થઈ શકે, તેટલો સહયોગ આંદોલન માટે કરો. આ આંદોલન માત્ર ખેડૂતોનું નથી, પરંતુ આપણા સૌ કોઈનું છે. આપણે તમામ રીતે ખેડૂત આંદોલનને મજબૂત બનાવવાનું છું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની વિવિધ બોર્ડર પર ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરી રહ્યાં છે. જો કે સોમવારે ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની ઓછી ભીડ જોવા મળી હતી. અહીં મંચ એકદમ ખાલી જોવા મળ્યો હતો.

બીજી તરફ સંયુક્ત કિસાન મોર્ચાએ ખેડૂત ટ્રેક્ટર રેલી અને દેશભરમાં ચક્કાજામ કર્યા બાદ હવે 18 ફેબ્રુઆરીએ બપોરા 12 થી 4 સુધી રેલ રોકો આંદોલન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સરકારની મુશ્કેલી વધી શકે છે. સંયુક્ત કિસાન મોર્ચાએ 16 ફેબ્રુઆરીએ ખેડૂતોના મસીહા સર છોટૂરામની જયંતિના દિવસે દેશભરમાં ખેડૂત એકજૂટતા દેખાડવાનો નિર્ણય કર્યો છે.

(5:11 pm IST)