Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

અહમદાબાદ સુરત વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ તા. ૨૮મી ફેબ્રુઆરી સુધી લંબાવાયો : કર્ફ્યુમા ૧ કલાક વધારી : રાત્રીના ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે

ગાંધીનગર :  રાજ્યના ૪ મગહાનગરો અહમદાબાદ સુરત વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ તા. ૨૮મી ફેબ્રુઆરી કરવામાં આવેલ છે.

અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ લાગુ રહેશે. ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કરફ્યૂને લઇને નિર્ણય કરવામાં આવ્યો હતો. કરફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે રાત્રે 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લાગુ રહેશે.

આખરે ગત 31 જાન્યુઆરીએ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એલાન કરવામાં આવ્યું હતું કે, 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે, પરંતુ તેમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે મુજબ  રાત્રે 10થી સવારના 6 વાગ્યાની જગ્યાએ રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ કરવામાં આવ્યો હતો.  હવે રાત્રિ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 28 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે તેમજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ પણ યોજાવાની છે.

નવેમ્બર મહિનામાં દિવાળી બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધવાથી તકેદારીના ભાગ રૂપે રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂનું એલાન કર્યું હતું. જ્યારે કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો, ત્યારે ગુજરાતમાં પ્રતિદિન 1500 થી 1600 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં હતા. જેમાંથી મોટાભાગના દર્દીઓ આ ચાર મુખ્ય શહેરોમાં જ નોંધાતા હતા.

(7:56 pm IST)