Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભારતમાં મોદી અને આર.એસ.એસ.ના નેતૃત્વમાં વિરોધીઓના અવાજ દાબી દેવાય છે : ટૂલકિટ કેસ મામલે હવે પાકિસ્તાનની પણ એન્ટ્રી : ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ સામે ઇમરાનખાનની તહરીક એ ઇન્સાફએ સવાલ ઉઠાવ્યા

ઇસ્લામાબાદ :  ટૂલકિટ કેસ મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે.કોંગ્રેસ ,આમ આદમી પાર્ટી ,સહિતના વિપક્ષોએ ધરપકડને વખોડી કાઢતા નિવેદનો આપ્યા છે.તેવા સંજોગોમાં હવે પાકિસ્તાને પણ વિરોધ નોંધાવવા એન્ટ્રી કરી છે.

જે મુજબ પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનની પાર્ટી  તહરીક એ ઇન્સાફએ પણ સવાલ ઉઠાવ્યા છે.જેમાં કહ્યા મુજબ ભારતમાં મોદી અને આર.એસ.એસ.ના નેતૃત્વમાં વિરોધીઓના અવાજ દાબી દેવામાં આવે છે.જે રીતે જમ્મુ  કાશ્મીરમાં વિરોધીઓ ઉપર દમન ગુજારાયું હતું તેવું દમન હવે સરકારનો વિરોધ કરનારા ભારતના તમામ લોકો ઉપર આચરાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે દિશા રવિની બેંગ્લુરુ ખાતેથી સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે તથા તેને પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.તેના ઉપર નિકિતા જેકબ અને શાંતનુ સાથે મળીને ગ્રેટા થનબર્ગએ શેર કરેલ ટૂલકિટ શેર કરવાનો આરોપ લગાવાયો છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:01 pm IST)