Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા

ખેડૂત આંદોલન, ચીન સહિતના મુદ્દે આક્રમક વલણ : સાંસદ રાહુલ ગાંધી પક્ષની કમાન સંભાળે તો બહેન પ્રિયંકા ગાંધી પણ પક્ષ અને રાહુલ ગાંધી વચ્ચેની કડી બની શકે છે

નવી દિલ્હી, તા. ૧૫ : રાહુલ ગાંધી ફરી એક વખત એઆઈસીસી એટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે સંસદમાં ખેડૂતોના મુદ્દાને ખૂબ જ જોરશોરથી ઉઠાવવા પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત તેમણે ચીન સહિતના બીજા મુદ્દાઓને પણ સતત ઉઠાવ્યા હતા. તેનાથી સંકેત મળી રહ્યો છે કે યુવાન ગાંધી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એક લોકપ્રિય ચહેરો બનવાને બદલે ધ્રુવીકરણ કરનારા નેતા તરીકે સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીને આવું કરવાની સલાહ ૨૦૧૨માં પ્રતિષ્ઠિત રાજકીય સલાહકાર સ્ટેફન કટરે આપી હતી. તેઓ બરાક ઓબામાના ચૂંટણી અભિયાનના મેનેજર હતા. તે સમયે તેમણે કોંગ્રેસની ઓફિસમાં રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. હકીકતે તે સમયે યુપીએની સરકાર કેન્દ્રમાં હતી અને રાહુલ પણ તેમની સલાહ પર ધ્યાન નહોતા આપી શક્યા.

તે સિવાય પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પાર્ટીમાં એક મહત્વની ભૂમિકા ભજવવાની તૈયારીમાં છે. રાહુલ-પ્રિયંકાની જોડી હવે સોનિયા-રાહુલના સત્તા સમીકરણને બદલવા તૈયાર છે જે મહદઅંશે અહમદ પટેલ અને મોતીલાલ વોરા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અધ્યક્ષ બને એટલે પ્રિયંકા ગાંધી અનેક ભૂમિકાઓ ભજવી શકે છે જે કામ પહેલા પટેલ અને વોરા કરતા હતા. મતલબ કે પ્રિયંકા ગાંધી રાહુલ અને પાર્ટી વચ્ચે એક પુલનું કામ કરી શકે છે.

નવા અધ્યક્ષનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૨ સુધી ચાલશે. કોંગ્રેસ બંધારણના અનુચ્છેદ ઠફૈંૈંૈં ચઁૃ પ્રમાણે એક નિયમિત અધ્યક્ષને મતદાર મંડળ દ્વારા ચૂંટવામાં આવે તેવી આવશ્યકતા છે જેમાં છૈંઝ્રઝ્રના પ્રતિનિધિઓની સંખ્યા આશરે ૧,૩૦૦ છે. ડિસેમ્બર ૨૦૧૭માં રાહુલ ગાંધી ૫ વર્ષ માટે છૈંઝ્રઝ્રના ૮૭મા અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ મે ૨૦૧૯માં તેમણે લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું હતું. ત્યારથી સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકે પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે.

(7:13 pm IST)