Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મુંબઈ – અહમદાબાદ તેજસ એક્પ્રેસ ટ્રેન ફરી શરૂ : યાત્રિકો નહીં મળતા ટ્રેન અગાઉ બંધ કરી હતી અહમદાબાદથી સવારે ૬-૪૦ વાગ્યે ઉપડતીને બપોરે૧-૦૫ મુંબઈ પોહચતિ

નવી દિલ્હી : અગાઉ યાત્રિકો નહીં મળતા ટ્રેન અગાઉ બંધ કરેલ મુંબઈ અહમદાબાદ તેજસ એક્પ્રેસ ટ્રેન ફરી શરૂ કરવા આવી છે.

 યાત્રીઓ નહીં મળતા બંધ કરાયેલી દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ ફરી શરુ (Tejas Express Restart)કરી દેવાઇ છે. અમદાવાદ- મુંબઇ અને લખનઉ-નવી દિલ્હી વચ્ચેની તેજસ રવિવારથી પૂનઃ શરૂ કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશન પર જ ટિકિટ મળી શકશે. દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસનું સંચાલન IRCTC કરે છે.

રેલવે બોર્ડે નવી દિલ્હી-લખનઉ તેજસને 23 નવેમ્બર 2020ના રોજ જ્યારે બીજા દિવસે એટલે કે 24 નવેમ્બર 2020ના રોજ મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ત્યારે ટ્રેન માટે મુસાફરો નહીં મળતા હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.

અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસ (Tejas Express Restart) ટ્રેન નંબર 82902 કાલુપુર રેલવે સ્ટેશનથી સવારે 6.40 કલાકે ઉપડી બપોરે 1.05 કલાકે મુંબઇ સેન્ટ્રલ સ્ટેશને પહોંચશે. જ્યારે મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન નંબર 82901 બપોરે 1.50 કલાકે ઉપડી રાત્રે 10.05 કલાકે અમદાવાદ(કાલુપુર) રેલવે સ્ટેશને પહોંચશે. આ ટ્રેન સપ્તાહમાં 4 દિવસ (શુક્રવાર, શનિવાર, રવિવાર અન સોમવાર)એ દોડશે.

ખાનગી તેજસ ટ્રેન (Tejas Express Restart)બંને માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, ભરુચ, વડોદરા અને નડિઆદ સ્ટેશને રોકાશે. જો કે પશ્ચિમ રેલવે ઝોને બંને રુટની ટ્રેનોને 29 માર્ચ 2021 સુધી અંધેરી સ્ટેશને પણ ટેમ્પરરી હોલ્ટ રાખ્યું છે.

ટ્રેનમાં AC ચેર કાર અને એક્ઝીક્યૂટિવ AC ચેરકારના કોચ છે. તેની ટિકિટો IRCTCની વેબસાઇટ www.irtc.co.in પર ઉપલબ્ધ રહેશે.

નવી દિલ્હી અને વારાણસી વચ્ચે 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગઇ. આ ટ્રેન તેજસ એક્સપ્રેસ તરીકે દોડશે. વંદે ભારત એક્સપ્રેસના રેકમાં મરામતને કાર્યને કારણે આ ફેરફાર કરાયો છે. જે 31 માર્ચ સુધી રહેશે.  જો કે આ તેજસનું સંચાલન ખાનગી નહીં પણ ભારતી રેલવે દ્વારા જ કરાશે.

કોરોનાને કારણે રેલવેએ ગત વર્ષે ટ્રેનોનું સંચાલન અટકાવી દીધું હતું. પછી ધીમે-ધીમે કોવિડ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી હતી. હજું તેનું જ સંચાલન થાય છે. જેમાં મુંબઇના વેસ્ટર્ન રેલવે રુટ પર 704 અને સેન્ટ્રલ રુટ પર 706 ટ્રેનો ચાલી રહી છે.

(8:50 pm IST)