Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

તામિલનાડુ એસ.ટી.અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતથી મૃતક બાઈક ચાલકને ચૂકવવા પાત્ર વળતર મદ્રાસ હાઇકોર્ટે અડધું કરી નાખ્યું : સ્કૂટર ઉપર ચાલક સહીત 4 વ્યક્તિ બેઠા હતા : બાઈક રોંગ સાઈડમાં ચલાવ્યું હતું : અકસ્માત સમયે દરેક વખતે મોટા વાહનના ચાલકને જવાબદાર ઠેરાવવાનું વલણ વ્યાજબી નથી : હાઇકોર્ટની ટકોર

ચેન્નાઇ : રોડ ઉપર થતા અકસ્માતોમાં ભારત દેશ અન્ય દેશો કરતા વધુ પ્રમાણ ધરાવે છે. સામાન્ય રીતે મોટા અને નાના વાહનો વચ્ચે થતા અકસ્માતો વખતે મોટા વાહનના ચાલકને જવાબદાર ગણવામાં આવે છે.અને ટ્રીબ્યુનલ દ્વારા પણ મોટા વાહનના ચાલકને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવે છે.તે બાબતે ફેર વિચારણા કરવાનો સમય પાકી ગયો છે.તેવી ટકોર તામિલનાડુ એસ.ટી.અને બાઈક ચાલક વચ્ચેના કેસ અંગે કરી હતી.

2015 ની સાલમાં તામિલનાડુ એસ.ટી.અને બાઈક ચાલક વચ્ચે થયેલા અકસ્માત મામલે ટ્રિબ્યુનલે એસ.ટી.ને 6.62  લાખ રૂપિયાનું વળતર મૃતકના પરિવારને ચૂકવવાનો હુકમ કર્યો હતો.જે સામે એસ.ટી.તંત્રએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.તથા જણાવ્યું હતું કે બાઈક ઉપર મૃતક ચાલક સહીત 4 વ્યક્તિઓ બેઠા હતા.તેમજ બાઈક રોંગ  સાઈડમાં ચલાવાઈ રહ્યું હતું.તે સમયે એક રેંકડીને ઓવરટેઈક કરી બાઈક આગળ વધ્યું હતું તેથી સામેથી આવતી એસ.ટી.બસ સાથે ટકરાતા બાઈક ચાલકનું મોત થયું હતું.

એસ.ટી.તંત્રની દલીલ માન્ય રાખી નામદાર કોર્ટએ વળતરની રકમ અડધી કરી નાખવાનો હુકમ કર્યો હતો.તથા બાઈક ચાલકની પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જવાબદારી હોવાનું જણાવ્યું હતું તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:51 pm IST)