Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

દેશ માટે ઞૌરવપ્રદ સમાચાર : ભારતની કોવિશિલ્ડ રસીને WHO ની વેશ્વિક માન્ય સૂચિમાં સામેલ કરવામાં આવી

નવી દિલ્હી : ભારત માટે ખુબ સારા સમાચાર આવ્યા છે અને સીરમ ઇન્સ્ટિટયૂટ ઇન્ડિયા માટે શ્રેષ્ઠ સમાચાર છે. તેમની કોરોના વેકસીનને હમણાં જ "ડબ્લ્યુએચઓ" વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વેશ્વિક લિસ્ટિંગ પ્રાપ્ત કરી છે.  એસ્ટ્રાઝેનેકા રસીના બે વર્ઝનને, સંસ્કરણોને ડબલ્યુ.એચ.ઓ. તરફથી લિસ્ટિંગ મળેલ છે. જેમાં ભારતની કોવિશિલ્ડ રસી શામેલ છે. જેને હવે કોવાક્સ દ્વારા વૈશ્વિક સ્તરે લાવવામાં આવશે.

ડબલ્યુ.એચ.ઓ.ના લિસ્ટિંગ ઉપર પ્રથમ માન્યતા મેળવનાર કોરોના વેક્સિન ફાઇઝર અને બાયો-એન-ટેક ગ્રુપની mRNA વેક્સિન છે જ્યારે બીજી અને ત્રીજી વેકસીનમાં ભારતની કોવીશિલ્ડ અને દક્ષિણ કોરિયાની એસ.કે બાયોસાયન્સ છે.

(11:04 pm IST)