Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ફ્રાંસના નાણામંત્રાલયે ગુગલને ૧૧ લાખ યુરોનો દંડ ફટકાર્યો : હોટલોને રેન્‍કીંગ આપવાના મામલે કરાઇ કાર્યવાહી

પેરિસ, તા. ૧૫: ફ્રાન્‍સના નાણામંત્રાલયે ગુગુલને ૧૧ લાખ રૂપિયાનો દંડ ફટકારેલ છે. હોટલોને રેન્‍કીગ આપવાના મામલે કરાઇ હતી. કાર્યવાહી વિસ્‍તૃતી વિગતો જોઇઅે તો ફ્રાન્સના નાણા મંત્રાલયે ગૂગલને ૧૧ લાખ યુરોનો દંડ ફટકાર્યો છે. લગભગ ૯૬ કરોડ રૂપિયાનો આ દંડ હોટેલોને રેન્કિંગ આપવામા ગરબડ સર્જવા માટે થયો છે. ગૂગલ સામે આરોપ લાગ્યો હતો કે હોટેલોને રેન્કિંગ આપવામાં ગરબડો કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે.

હોટેલો સાથે સાંઠગાંઠ કરીને રેન્કિંગ એ પ્રમાણે મેનેજ થાય છે એવો આરોપ લાગ્યો હતો. એ પછી ગૂગલ સામે તપાસ શરૃ થઈ હતી. તપાસમાં ગરબડ થયાનું જણાયું હતું. ૨૦૧૯થી ફ્રાન્સમાં ગૂગલે આ ગરબડ શરૂ કરી હોવાનું તપાસ એજન્સીએ નોંધ્યું હતું.

ગૂગલે આ બાબતે કોઈ જ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે. ફ્રાન્સના અધિકારીઓના કહેવા પ્રમાણે ગૂગલ ફ્રાન્સે આ રકમ આપવાની તૈયારી બતાવી છે.

(12:19 am IST)