Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ટૂલકિટમાં પીટર ફ્રેડરિકનું નામ ખુલતા પોલીસ બેડામાં ચિંતા : પીટર ફ્રેડરિકને વર્ષ-ર૦૦૬ના વર્ષથી ભારતીય અેજન્‍સીઓ ગોતી રહી છે.

ટૂલકિટ કેસની અંદર તપાસ દરમિયાન એક નવું નામ સામે આવ્યું છે. આ વ્યક્તિ પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ સાથે સંબધ ધરાવે છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી મનીષ ચંદ્રાએ જણાવ્યું કે ટૂલકિટમાં લખેલા એક નામ ઉપર અમારી નજર ચોંટી ગઇ. આ વ્યક્તિનું નામ છે પીટર ફ્રેડરિક. પોલીસે જણાવ્યું કે ટૂલકિટમાં આ નામ હોવું ખરેખર આશ્ચર્જનક છે.

ડીસીપીએ કહ્યું કે પીટર ફેડરિક ખાલિસ્તાની સમર્થક હતો અને 2006ના વર્ષથી સિક્રેટ એજન્સો તેની તપાસ કરી રહી છે. આ પિટર ફ્રેડરિકનું નામ ટૂલકિટની અંદર રિસોર્સ પર્સન તરીકે લખવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે પીટર અંગે લગભગ એક મહિના જેટલા સમયથી પોલીસ તપાસ કરી રહી છે. આ વ્યક્તિ ભારત સામે ઇન્ફો વૉર ચલાવી રહ્યો છે. જેની તપાસ ચાલી રહી છે.

આ વ્યક્તિના બેકગ્રાઉન્ડ વિશે જણાવતા પોલીસે કહ્યું કે 80ના દશકમાં શાંતિના સમયે ભજન સિંહ ભંડાર ઉર્ફે ઇકબાલ ચૌધરી નામના એક ખાલિસ્તાનીનું નામ સામે આવ્યું હતું. આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે મૂળરુપે મલેશિયાનો રહેવાસી છે અને અમેરિકામાં રહીને કામ કરે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે પીટર ફ્રેડરિક તેની સાથે કામ કરતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પીટર ફ્રેડરિક હજુ પણ ભારત સામે પ્રોપેગેંડા ચલાવી રહ્યો છે. પીટરનું નામ શીખ ઇન્ફોર્મેશન સેંટર સાથે પણ જોડાયેલું છે. આ સંગઠન પણ ખાલિસ્તાની એજન્ડા માટે કામ કરી રહ્યું છે.

પોલીસનું કહેવું છે કે પીટરનું નામ ટૂલકિટમાં રિસોર્સ પર્સન તરીકે કઇ રીતે આવ્યું તે તપાસનો વિષય છે. જેનાથી બીજી ઘણા ખુલાસા થઇ શકે છે.

(12:30 am IST)