Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મહારાષ્ટ્રમાં નવી ઉપાધી : 361 સેમ્પલમાંથી 61 ટકામાં ડબલ મ્યૂટન્ટ હોવાનો ખુલાસો

જીનોમ નિષ્ણાંતે વ્યક્ત કરી ચિંતા: સેમ્પલની નાની સંખ્યાને મ્યૂટેન્ટ વાયરસના પ્રસારના સંકેતના રૂપમાં માનવ સામે સંદેહ

 

મુંબઈ : દેશમાં કોરોનાના કેસમાં એકતરફ વધારો થઇ રહ્યો છે બીજી તરફ વાયરસમાં બદલાવની ઘટના પણ સામે આવી છે.

જીનોમ નિષ્ણાંતે દાવો કર્યો છે કે, આ વર્ષે જાન્યુઆરી અને માર્ચની વચ્ચે કરવામાં આવેલ કોવિડ-19ના કુલ 361 સેમ્પલમાં 61 ટકામાં ડબલ મ્યૂટેશન હોવાનો ખુલાસો થયો છે. સાથે જ તેમણે કહ્યું કે, આ મહામારીમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવી રહેલ સેમ્પલ સંગ્રહની રીત સામે પણ સંદેહ વ્યક્ત કર્યો હતો.

જો કે, જીનોમ અનુક્રમણ અને કોશિકા વિજ્ઞાનના ક્ષેત્રોના નિષ્ણાંતોના મત પ્રમાણે, આ પ્રકારના સેમ્પલની નાની સંખ્યાને મ્યૂટેન્ટ વાયરસના પ્રસારના સંકેતના રૂપમાં માનવામાં ન આવી શકે. આ 361 સેમ્પલ્સની તપાસ મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે

(11:06 pm IST)