Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો :તમામ રેકોર્ડ તૂટયા : 24 કલાકમાં નવા કેસ 2 લાખ નજીક પહોંચ્યા :14.65 લાખને પાર પહોંચ્યા : વધુ 1036 દર્દીના મોત : કુલ મૃત્યુઆંક 1.73 લાખથી વધુ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,952 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 20,439 કેસ, દિલ્હીમાં 17,282 કેસ , છત્તીસગઢમાં 14,250 કેસ, કર્ણાટકમાં 11,265 કેસ, કેરળ, તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1.99,388 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1026 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ 14,65 લાખને  પાર  પહોંચી છે એક જ દિવસમાં 1.99,388 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.40,70,852 થઇ છે છેલ્લા 24 કલાકમાં 93,394 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.24,26,122 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,952 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 20,439 કેસ, દિલ્હીમાં 17,282 કેસ , છત્તીસગઢમાં 14,250 કેસ અને કર્ણાટકમાં 11,265 કેસ નોંધાયા છે કેરળ, તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે

(12:10 am IST)