Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કાશ્મીરનું કોકડું ઉકેલવા દુબઇમાં ભારત અને પાક વચ્ચે યોજાઇ હતી ગુપ્ત બેઠક : રો-આઇએસઆઇના અધિકારી હતા સામેલ

સત્તાવાર રીતે બંને દેશો નથી કરી રહ્યા સ્વીકાર : જાન્યુઆરી મહીનામાં વાતચીત થઇ હતી

નવી દિલ્હી તા. ૧૫ : કાશ્મીર મુદ્દા અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાયમ થઇ રહેલા વિરોધને તોડવા માટે બંને દેશોના મુખ્ય ગુપ્ત એજન્સીઓની એક મહત્વ ગોપનીય બેઠક જાન્યુઆરી મહિનામાં દુબઇમાં થઇ હતી. પુલવામાકાંડ અને તેના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બંને પરમાણુ શસ્ત્રોની સજ્જ દેશો વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ છે.

પુલવામાકાંડ અને ભારતની જવાબી કાર્યવાહી બાદ ૨૦૧૯માં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચીને આ ક્ષેત્રમાં તેમની પકડ મજબૂત કરી દીધી હતી. તેની પ્રતિક્રિયામાં પાકિસ્તાને ભારતને તેમના રાજનયિક સંબંધોનો દરજ્જો ઘટાડીને દ્વિપક્ષીય વેપાર રદ્દ કર્યો હતો.

બંને દેશોએ એક લાંબા સમય બાદ થોડાક મહીનાથી આ સંબંધ સામાન્ય કરવાની દિશામાં પગલુ આગળ વધારીને બંને દેશોએ બેકડોર ડિપ્લોમેસી હેઠળ હવે ફરી વાતચીત શરૂ કરી છે.

આ અંગે જાણકારી રાખતા લોકોએ જણાવ્યું કે, ગોપનીય બેઠકમાં ભારતીય ખુફિયા એજન્સી રો અને પાકિસ્તાનની આઇએસઆઇના અધિકારીઓ એ ભાગ લીધો હતો. આ બેઠકના આયોજનમાં દુબઇની સરકારે પણ મદદ કરી હતી.

જો કે આ ગોપનીય બેઠક વિશે ન તો ભારત સરકાર કે પાકિસ્તાન સરકાર તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું. જો કે પાકિસ્તાનના રક્ષા મામલાના એક શીર્ષ વિશ્લેષક આયશા સિદ્દીકીનું માનવું છે કે, બંને દેશોના ગુપ્ત અધિકારી કેટલાક મહિનાથી કોઇ બીજા દેશમાં મળી રહ્યા છે. તેઓએ કહ્યું કે, મારી જાણકારી મુજબ થાઇલેન્ડ, દુબઇ અને લંડનમાં આ પ્રકારની ઉચ્ચસ્તરીય બેઠક થઇ ચુકી છે.

આયશા સિદ્દીકીનું માનવું છે કે ભૂતકાળમાં પણ જરૂર પડવા પર બંને દેશો વચ્ચે આ પ્રકારની ગોપનીય બેઠક યોજાય છે પરંતુ તેના વિશે કોઇ સાર્વજનિક રૂપે સ્વીકાર કરવામાં આવ્યો નથી.

બંને દેશ સંબંધોને સામાન્ય બનવાના પક્ષમાં છે. ભારત - ચીનની સાથે સરહદ વિવાદમાં ફસાયેલો છે અને પાકિસ્તાનની સાથે સરહદ પર કોઇ ઝંઝટમાં ફસાવા માંગતુ નથી. બીજી બાજુ ચીનનું મીત્ર પાકિસ્તાની અર્થવ્યવસ્થા પણ સંકટમાં છે.

(10:59 am IST)