Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિત)

હે ! મા અમારા કર્મોને સાચી દિશામાં વાળો

ગીતામાં કહ્યું છે કે અલિપ્ત અને અનાસકત બનીને કર્મ કરનાર કર્મના બંધનમાં બંધાતો નથી, સારા નરસા કર્મના પરિણામ અવશ્ય ભોગવવાના થાય છે.

સત્કર્મ જો કર્યા હોય તો તેનાથી સુખ શાંતી અને સ્વાસ્થ્યની પ્રાપ્તી થાય છે.

જે વ્યકિત સર્વ કર્મો પ્રત્યેની તેમજ તેમના ફળ પ્રત્યેની આસકિતને બધી રીતે ત્યજીને અલિપ્ત બની સંસારના આશ્રયથી રહીત થઇ જાય છે તેમજ પરમાત્મામાં જ તૃપ્ત રહે છે તે કર્ર્મોમાં વર્તતો હોવા છતા વાસ્તવમાં કંઇ જ કરતો નથી એટલે કે કર્મ કરતો હોવા છતા તે કર્મના બંધનમાં બંધાતો નથી.

કોઇ પણ કર્મ સાથે બે વસ્તુઓ જોડાયેલી હોય સદભાવ અને સુવિચાર સત્કર્મ કરાવી ઉતમ પરિણામ આપે જેનાથી ગૌરવની અનુભુતી થાય.

જયારે દુર્ભાવ અને કુવિચાર દુષ્કર્મ કરાવી વિકૃષ્ટ પરિણામ આપે જેનાથી આત્મગ્લાની વિષાદ, દુઃખ અને રોગ ઉત્પન્ન થાય.

આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુર્વ જન્મમાં કરેલુ કર્મ તે આ જન્મમાં ભાગ્ય છે. તેથી આ જન્મમાં સમ્યક કર્મ ન કર્યુ હોય તો ભાવી પણ સારૂ થતું નથી.

કર્મથી જ ભાગ્ય અને પુનઃજન્મ નક્કી થાય છે.

કર્મનું ફળ તો ભોગવ્યે જ છુટકો છે. નવરાત્રીના નવલા દિનોમાં અંતરના ઉંડાણથી પ્રાર્થના કરવામાં આવે છે હે ! મા ' તમે અમારા હ્ય્દયમાં ચૈતન્યરૂપે વસો અને અમારા કર્મોને સારી સારી દિશામાં વાળો.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(11:38 am IST)