Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

' ખુલ્લા તલાક ' : હવે મુસ્લિમ મહિલા પણ પતિને તલ્લાક આપી શકશે : મહિલા દ્વારા આપવામાં આવતા ખુલ્લા તલ્લાકને મુસ્લિમ પુરુષો દ્વારા અપાતા તલ્લાક બરોબરનો દરજ્જો : કેરળ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

કેરળ :  અત્યાર સુધી મુસ્લિમ કોમમાં માત્ર પુરુષો જ અદાલત બહાર તલ્લાક આપી શકતા હતા .પરંતુ હવે સ્ત્રીઓને પણ આ રીતે તલ્લાક આપી શકવાની મંજૂરી આપતો ઐતિહાસિક ચુકાદો કેરળ હાઇકોર્ટે આપ્યો છે.જે મુજબ હવે મુસ્લિમ મહિલા દ્વારા અદાલત બહાર આપવામાં આવતા ખુલ્લા તલ્લાકને મુસ્લિમ પુરુષો દ્વારા અપાતા  તલ્લાક  બરોબરનો  દરજ્જો આપવામાં આવ્યો છે.

કેરળ હાઇકોર્ટના જસ્ટિસ એ.મહમદ મુસ્તાક અને જસ્ટિસ સી.એસ. ડાયસની બનેલી બેન્ચે ૧૯૭૨ના સિંગલ બેન્ચના એક ચુકાદાને ટાંક્યો હતો કે જે અરજીમાં મુસ્લિમ મહિલાને તલાકનો આવો અધિકારની માગણી કરવામાં આવી હતી.

વર્ષ ૧૯૭૨ના એક ચુકાદામાં સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે અદાલત બહાર એક મુસ્લિમ મહિલા પોતાના પતિને તલાક નથી આપી શકતી, પરંતુ મુસ્લિમ પુરુષને તે માટેની મંજૂરી છે. કોર્ટે  જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાએ તલાક આપવા માટે ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજિબલ એકટ, ૧૯૩૯ મુજબ કોર્ટમાં જવું જરૂરી છે.

કેરળ હાઇકોર્ટે જણાવ્યું હતું કે ખુલ્લા તલ્લાક  તે પત્ની દ્વારા પતિને આપવામાં આવતા તલ્લાક  છે. પવિત્ર કુરાન પણ ખુલ્લા  જેવી તલ્લાક પ્રણાલીને મંજૂરી આપે છે. કુરાનના બીજા પ્રકરણની આયાત ૨૨૮- ૨૨૯ પતિ અને પત્ની એમ બંનેને એકપક્ષી રીતે તલાક આપવાના અધિકાર આપે છે.તેવું એસ.દ્વારા જાણવા મળે છે.

 

(11:49 am IST)