Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ડ્રગ્સની ડીલીવરી કચ્છના જખૌમાં થનાર હોવાનો ચોંકાવનારો ખુલાસોઃ દરીયામાંથી ઝડપાયેલા ૮ પાકિસ્તાનીઓની પૂછપરછ

ભૂજઃ કચ્છના જખૌના દરીયામાંથી ૮ પાકિસ્તાની સાથે ૧૫૦ કરોડનું ચરસ ઝડપાયા બાદ ઍટીઍસ, કોસ્ટગાર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઍસઓજી ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સની ડીલીવરી કચ્છના જખૌમાં આપવામાં આવનાર હોવાનો ખુલાસો થયો છે. જો કે ઍ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતુ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પાકિસ્તાની શખ્સોને દરીયા કિનારે લાવીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તસ્વીરમાં ઝડપાયેલ બોટ અને કોસ્ટગાર્ડની બોટ તથા કર્મચારીઓ અને ઝડપાયેલા પાકિસ્તાની શખ્સો નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ વિનોદ ગાલા-ભૂજ, કૌશલ સવજાણી-ખંભાળીયા)

(3:00 pm IST)