Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

બોસ વારંવાર અશ્લિલ મેસેજ મોકલતો હોવાથી કંટાળી જતા મહિલા સરકારી કર્મચારીઍ સફાઇ કરવા માટેના દંડાવાળા પોîછાથી ધોલાઇ કરી

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર ચીનનો એક વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા તેના બોસને મોપ (સફાઇ કરવા માટેનું દંડાવાળું પોછું)થી ધોલાઇ કરી રહી છે. આ મહિલા સરકારી કર્મચારી છે. તેનો આરોપ છે કે તેનો બોસ ઘણા સમયથી તેને પજવી રહ્યો હતો. સતત અશ્લિલ મેસેજ મોકલી તેને માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો. તેથી કંટાળીને તેણે આવું પગલું લીધું.

ઘટના ચીનના હીલોંગજિઆંગ પ્રાંતની એક સરકારી એજન્સીની છે. વીડિયોમાં દેખાય છે કે રણચંડી બનેલી મહિલા પોતાના બોસને મોપથી મારી રહી છે. તેના મોં પર પાણી ફેંકે છે. સાથે ગુસ્સામાંને ગુસ્સામાં ઓફિસમાં મુકેલા પુસ્તકો અને ફાઇલો ફેંકી રહી છે. તે બોસ પર પુસ્તકો પણ ફેકતી દેખાય છે.

સમગ્ર ઘટના દરમિયાન બોસ બેહાલ

સમગ્ર ઘટના દરમિયાન શરમનો માર્યો બોસ પોતાની ખુરશી પર બેસી રહ્યો છે. તે પોતાને બચાવવાની કોશીશ કરી રહ્યો છે. જ્યારે મહિલા વારંવાર આવી બોસ પર પ્રહાર કરે છે અને મોબાઇલ દેખાડે છે.

મીડિયાના અહેવાલ મુજબ મહિલાનો આરોપ છે કે તેના બોસે ત્રણ વખત અશ્લિલ મેસેજ મોકલ્યા. એટલું જ નહીં તે ઓફિસની અન્ય મહિલાઓ સાથે પણ ફલર્ટ કરવાની કોશીશ કરતો હતો. જ્યારે વીડિયોમાં બોસ કહેતો દેખાય છે કે તેણે આ મેસેજ માત્ર જોક ખાતર મોકલ્યા હતા.

બોસ ગરીબી નાબૂદીના સરકારી ઓફિસનો ડેપ્યુટી ડાયરેક્ટર

રિપોર્ટ મુજબ બોસનું નામ વોન્ગ છે. તે ગરીબી નાબૂદીના સરકારી ઓફિસનો ડેપ્યુટી ડાયરેક્ટર હતો. પરંતુ આ ઘટના પછી તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર મહિલાને બહુ સમર્થન મળી રહ્યું છે. તેને બોસ સાથે કરેલા વ્યવહાર માટે સપોર્ટ પણ કરી રહ્યા છે.

દરમિયાન ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ વોંન્ગ આંતરિક તપાસ બાદ દોષી ગણાયો. તેમાં એવું પણ કહેવાયું છે કે તે ગેરશિષ્ત વ્યક્તિ છે અને અવારનવાર પોતાની મર્યાદા ભૂલી જાય છે. આ ઘટના બાદ વોન્ગ સામે પગલાં લેવામાં આવ્યા છે.

મહિલા સામે કોઇ પગલું લેવાયું નહીં

બીજી બાજુ સરકારી તંત્રે બોસની ધોલાઇ કરનારી મહિલા સામે કોઇ એકશન લીધુ નહીં હોવાનું રિપોર્ટમાં છે. માનવામાં આવી રહ્યું છે કે મહિલા માનસિક પરેશાનીનો સામનો કરી રહી હોવાથી પણ તંત્રે તેની સામે કોઇ પગલું લીધું નહીં.

નોંધનીય છે કે ચીનની મહિલા કાર્યકર લૂ પિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આવી ઘટનામાં મોટાભાગે મહિલાઓને શૌષણ સહન કરીને પણ ચૂપ રહેવું પડે છે. કારણ કે મોટાભાગે વર્કપ્લેસમાં થતા શારીરિક શૌષણમાં મહિલાઓને નોકરી ગુમાવવાનો ડર હોય છે.

(5:34 pm IST)