Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોના મહામારીને કુદરતી આફત જાહેર કરો : ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

મુખ્યમંત્રીએ માર્ચ મહિનાનો જીએસટી જમા કરવામાં ટેક્સપેયર્સને રાહત આપવાનો આગ્રહ કર્યો :કુદરતી આફત જાહેર થતા રાજ્ય પોતાના આપદા રાહત ફંડનો ઉપયોગ લોકોને રાહત પહોચાડવામાં કરી શકે.

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાયરસ સંકટને લઇને દેશના વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે ઝડપથી પગલા ભરવા માટે અરજી કરી છે. આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ માર્ચ મહિનાનો જીએસટી જમા કરવામાં ટેક્સપેયર્સને રાહત આપવાનો આગ્રહ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને નિવેદન કર્યુ છે કે કોરોના વાયરસ મહામારીને કુદરતી આફત જાહેર કરવામાં આવે, જેથી રાજ્ય પોતાના આપદા રાહત ફંડનો ઉપયોગ લોકોને રાહત પહોચાડવામાં કરી શકે

ઉદ્ધવ ઠાકરેએ પત્રમાં લખ્યુ છે- ‘મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિને જોતા, મિની લૉકડાઉન લગાવવામાં આવવુ જરૂરી બની ગયુ છે. કોરોના વારયસ બીમારીને કુદરતી આફત જાહેર કરવાથી રાજ્ય પોતાના રાજ્ય આફત ફંડનો ઉપયોગ લોકોને રાહત પહોચાડવામાં કરી શકશે.’

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યુ કે, કેન્દ્રના ભાગ ધરાવતા SDRF ફંડનો પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવી શકે છે, જેની મદદથી રાજ્ય કોરોનાને કારણે ઉભા થયેલા નાણાકીય સંક્ટની પરિસ્થિતિઓ સામે લડી શકે.

ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને એવુ પણ નિવેદન કર્યુ છે કે કોરોના સંકટને કારણે બનેલી પરિસ્થિતિઓ હેઠળ નાના વેપારીઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅર્પ્સને ઉધાર લેતા કર્જમાં રાહત આપવી જોઇએ. બેન્કોએ આ લોકોના હપ્તામાં રાહત આપવા કહેવામાં આવી શકે છે.

(6:37 pm IST)