Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ફેસબુક લાવશે ખાસ ‘ડેટિંગ એપ’ : માત્ર 4 મિનિટમાં 'સ્પાર્ક્ડ' એપ મારફત મળશે તમારો મનપસંદ પાર્ટનર

સ્પાર્ક્ડમાં યુઝર્સ માટે વીડિયો સ્પીડ ડેટિંગ ઓફર કરશે:યુઝર્સ માટે ફ્રી રહેશે.

અમદાવાદ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક હવે તમને તમારી પસંદગીનો પાર્ટનર શોધવામાં મદદ કરશે. ફેસબુક જલ્દી ડેટિંગ એપ લઈને આવી રહ્યું છે. અહીં યુઝર્સ કોઈને પણ પસંદ કરીને તેની સાથે ડેટ કરી શકશે. આ એપનું નામ સ્પાર્ક્ડ રાખવામાં આવ્યું છે. હાલ તો આ એપ ટેસ્ટિંગ ફેઝમાં છે. ફેસબુકનો દાવો છે કે, નવી એપ અન્ય તમામ ડેટિંગ એપ્સથી અલગ હશે અને તેને એક્સેસ કરવી પણ મોટો પડકાર હશે.

કંપનીના જણાવ્યા મુજબ, સ્પાર્ક્ડમાં યુઝર્સ માટે વીડિયો સ્પીડ ડેટિંગ ઓફર કરવામાં આવશે. સ્પાર્ક્ડ એપ યુઝર્સ માટે ફ્રી રહેશે. તમે તેને ફેસબુક એકાઉન્ટ સાથે જ લૉગ ઈન કરી શકશો. મીડિયા રિપોર્ટ મુજબ, આ એપમાં પ્રથમ વીડિયો 4 મિનિટ માટે હશે. જેમાં તે પોતાના વિશે જણાવશે. આ વીડિયો બીજા યુઝર્સ જોઈ શકશે. જો સામે વાળા યુઝર્સને તમારો વીડિયો પસંદ પડશે, તો તેની સાથે ડેટિંગ કરવાની તમને તક મળશે.

પ્રથમ ડેટ બાદ જો બન્ને યુઝર્સ ફરીથી વીડિયો ડેટ પર આવે છે, તો બીજી વીડિયો ડેટ 10 મિનિટની રહેશે. એક વખત વીડિયો અપલોડ થયા બાદ ફેસબુકની ટીમ તેની તપાસ કરશે પછી તે તેને ડેટિંગ એપમાં ફ્રી એન્ટ્રી મળશે.

ફેસબુકની આ ડેટિંગ એપમાં એન્ટ્રી માટે એક 4 મિનિટનો વીડિયો બનાવવાનો રહેશે. જેમાં તમારે તમારા વિશે જણાવવાનું રહેશે. આ સાથે જ તમારે જણાવવું પડશે કે, તમે કોને ડેટ પર લઈ જવા માંગો છે.

આ ડેટિંગ એપથી લોકો માત્ર એકબીજાના સંપર્કમાં જ આવી શકશે. ડેટિંગ માટે પરફેક્ટ મેચ મળવા પર તમારી પાસે ઈન્સ્ટાગ્રામ, આઈમેસેજ કે ઈ-મેઈલ થકી વાત કરવાના વિકલ્પ છે. તાજેતરમાં જ ફેસબુકે અમેરિકા અને યુરોપ માટે એખ ખાસ ડેટિંગ એપ ફેસબુક ડેટિંગના નામે લોન્ચ કર્યો હતો.

(6:51 pm IST)