Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પ્રવાસી મજૂરોનો ધસારો વધતાં વધુ ૧૩ ટ્રેન દોડાવવાનો નિર્ણય

કોરોનાના ડરે પ્રવાસી મજૂરોની વતન વાપસી : આ ટ્રેનો ગુજરાત, મુંબઈ, પૂણે, અમદાવાદ અને યુપીના બીજા શહેરો વચ્ચે અવર જવર કરશે

નવી દિલ્હી, તા. ૧૫ : લોકડાઉનની આશંકા વચ્ચે ગુજરાત ,મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાંથી પ્રવાસી મજૂરોની ફરી વતન વાપસી શરુ થઈ ગઈ છે. હાલમાં જે ટ્રેનો ચાલી રહી છે તે પણ તેના કારણે ઓછી પડવા માંડી છે. લોકો રિઝર્વેશન વગર મુસાફરી કરી રહ્યા છે અને આ ટ્રેનોમાં ભીડ એટલી વધારે છે કે, ટિકિટ ચેકરોએ ચેકિંગ કરવાનુ પણ બંધ કરી દીધુ છે. ટ્રેનો ઓછી પડી રહી હોવાથી હવે રેલવે દ્વારા બીજી ૧૩ ટ્રેનો દોડાવવાનુ નક્કી કર્યુ છે. ટ્રેનો ગુજરાત,મુંબઈ, પૂણે, અમદાવાદ અને યુપીના બીજા શહેરો વચ્ચે અવર જવર કરશે. રેલવે દ્વારા નવી ટ્રેનોનુ ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યુ છે. આમ તો હજી સુધી મુંબઈને બાદ કરતા બીજા રાજ્યોએ આકરા પ્રતિબંધ મુકયા નથી પણ ગયા વર્ષે થયેલા લોકડાઉનના કડવા અનુભવના કારણે અન્ય રાજ્યોમાં જતા શ્રમિકોનો ગભરાટ યથાવત છે અને તેના કારણે આ વર્ષે લોકડાઉન લાગુ થાય તે પહેલા તેમણે હિજરત કરવા માંડી છે. જેના કારણે ટ્રેનોમાં મુસાફરી કરનાઓની સંખ્યા વધવા માંડી છે.

(7:45 pm IST)