Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પરિસ્થિતિ ગંભીર છે પરંતુ તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા છે : દિલ્હી હાઈકોર્ટે નિઝામુદ્દીન મરકઝ મસ્જિદમાં દિવસમાં 5 વખત 50 લોકોની મર્યાદામાં નમાઝ પઢવાની મંજૂરી આપી : કોવિદ -19 ના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે તેવી સૂચના આપી

ન્યુદિલ્હી : દિલ્હી વક્ફ બોર્ડે કરેલી અરજીના અનુસંધાને દિલ્હી હાઈકોર્ટે નિઝામુદ્દીન મરકઝ મસ્જિદમાં દિવસમાં 5 વખત 50 લોકોની મર્યાદામાં નમાઝ પઢવાની મંજૂરી આપી છે.નામદાર કોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ ગંભીર છે પરંતુ તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા છે .

ન્યાયાધીશ મુક્તા ગુપ્તાની  સિંગલ જજ બેંચે આદેશ આપ્યો છે કે નમાજીઓએ  અધિકારીઓ દ્વારા જારી કરેલી COVID-19 સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાનું કડક પાલન કરવાનું રહેશે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ બની રહી છે. "પરંતુ તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા હોવાથી આ પણ ખુલ્લું રાખી શકાય છે. કોર્ટે નોંધ્યું હતું કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) દ્વારા 10 એપ્રિલના પસાર કરાયેલા નોટિફિકેશન હેઠળ ધાર્મિક સ્થળો / સ્થળોને બંધ કરવાની કોઈ સૂચના નથી.

કોર્ટે નોંધ્યું હતું કે જાહેરનામા હેઠળ જે પ્રતિબંધિત સ્થળો છે તેમાં  સામાજિક / રાજકીય / રમતો / મનોરંજન / શૈક્ષણિક / સાંસ્કૃતિક / ધાર્મિક / તહેવાર સંબંધિત અને અન્ય મેળાવડા અને મંડળોનો સમાવેશ થાય  છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી વકફ બોર્ડે નિઝામુદ્દીન માર્કાઝને ફરીથી ખોલવા માટે કરેલી અરજીમાં આ આદેશ આપવામાં આવ્યો હતો, જે માર્ચ 2020 માં શહેરમાં કોવીડ -19 રોગચાળાના શરૂઆતના દિવસોમાં તબલીગી જમાત મંડળની યજમાની બાદ ચર્ચામાં આવેલ. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:20 pm IST)