Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

છત્તીસગઢમાં સરકારી અધિકારીનું બીજા ડોઝ બાદ કોરોનાથી મોત

કોરોનાની રસી બાદ પણ સંક્રમણ થવાનો ઘાતક કિસ્સો : ૬૪ વર્ષના સુભાષ પાંડેએ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો

રાયપુર, તા. ૧૫ : કોરોનાની વેક્સિન લીધા બાદ પણ જો તેનો ચેપ લાગે તો તેની અસર હળવી રહે છે તેવો ડૉક્ટરોનો દાવો છે. વળી, ઘણા બધા લોકોને વેક્સિનનો એક કે પછી બંને ડોઝ લીધા બાદ પણ ચેપ લાગી રહ્યો હોવાના અનેક કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જોકે, એક ચોંકાવનારા મામલામાં વેક્સિનનો બીજો ડોઝ લીધાના એક અઠવાડિયા બાદ છત્તીસગઢના એક ઉચ્ચ સરકારી અધિકારીનું મોત થયું છે.

છત્તીસગઢના આરોગ્ય ખાતામાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા સુભાષ પાંડેને કોરોના થયા બાદ રાયપુર ખાતે આવેલી એઆઈઆઈએમએસમાં એડમિટ કરાયા હતા. જ્યાં તેમણે બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. ૬૪ વર્ષના સુભાષ પાંડેએ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો. બીપી અને શુગરની પ્રોબ્લેમ ધરાવતા પાંડેને ગયા વર્ષે પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને તેઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ ગયા હતા.

મૃતક પાંડેની નિવૃત્તિને એક જ વર્ષની વાર હતી. છત્તીસગઢમાં આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા અધિકારીઓ ૬૫ વર્ષે નિવૃત્ત થતા હોય છે.

આ વખતે તેમને તાવ અને હળવી શરદી થયા બાદ સોમવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે, મંગળવારે રાત્રે તેમની હાલત કથળી હતી. તેમને વેન્ટિલેટર પર મૂકાયા હતા. પરંતુ તેઓ ઓક્સિજન સપોર્ટ બાદ પણ સર્વાઈવ નહોતા કરી શક્યા, અને બુધવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, વેક્સિનનો બીજા ડોઝ લીધાના ચારથી છ સપ્તાહમાં શરીરમાં એન્ટિબોડી સર્જાય છે, જે કોરોના સામે રક્ષણ આપી શકે છે.

અમેરિકન જર્નલ ઓફ મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિને વેક્સિન લીધા બાદ ચેપ લાગે તો પણ વાયરસ તેના પર ગંભીર અસર નથી કરતો. આવા પેશન્ટનું ઓક્સિજન લેવલ પણ જળવાયેલું રહે છે, અને મોટાભાગના કિસ્સામાં તેમને વેન્ટિલેટરની જરુર નથી પડતી. જોકે, અસામાન્ય સંજોગોમાં કોઈ વ્યક્તિને રસીના બંને ડોઝ લીધા હોય કે પછી તેને અગાઉ કોરોના થઈ ગયો હોય તો પણ ફરી ચેપ લાગી શકે છે. જો આવું વેક્સિન લેનારા એકાદ ટકા વ્યક્તિ સાથે થાય તો પણ વેક્સિનની અસરકારતા પર સવાલ ઉઠાવી શકાય નહીં.

વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ સમગ્ર દેશ ઉપરાંત ગુજરાતમાં પણ અનેક લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે, ડૉક્ટરોનું કહેવું છે કે, રસી કોરોનાની અસરને ઘાતક બનવા દેતી નથી. માટે રસી લીધા બાદ પણ કોરોના થશે કે કેમ તેવી કોઈ શંકા રાખ્યા વિના રસી ચોક્કસ લેવી જોઈએ. આ ઉપરાંત, એવા પણ કેટલાક લોકો હોય છે કે જેમને અગાઉ કોરોના થઈ ગયો હોય તો તેઓ હવે પોતાને કંઈ નહીં થાય તેવું માની બિન્ધાસ્ત ફરતા હોય છે. જોકે, આવા લોકોને પણ ડૉક્ટર્સની સલાહ છે કે માસ્ક પહેરવાનું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું ભૂલવું જોઈએ નહીં.

(9:07 pm IST)
  • દેશમાં કોરોનાનો વ્યાપ વિકરાળ થતો જાય છે : છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 2,16,669 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ એક દિવસીય વધારો છે અને આજે 1,173 નવા દુઃખદ મૃત્યુ દેશમાં નોંધાયા છે. access_time 12:02 am IST

  • બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા (સિનિયર પુરુષ કેટેગરી) માટે ઓક્ટોબર 2020 થી સપ્ટેમ્બર 2021 ના ​​સમયગાળા માટે વાર્ષિક કરારની ઘોષણા કરી : ગ્રેડ A+ માં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રોહિત શર્મા નો સમાવેશ કરાયો access_time 11:28 pm IST

  • ઈલેક્શનવાળા રાજ્ય બંગાળમાં 420%, આસામમાં 532% અને તમિલનાડુમાં 169% કોરોનાના કેસ વધ્યા; મોતના આંકડામાં 45%નો વધારો. access_time 3:45 pm IST