Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ NEET PG પરીક્ષા મુલતવી રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન : સમર્થન રૂપે CBSE સ્ટુડન્ટ્સની ધો.10 અને 12 ની પરીક્ષા મુલતવી રાખવા પ્રત્યે અંગુલી નિર્દેશ કર્યો

ન્યુદિલ્હી : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ NEET PG પરીક્ષા મુલતવી રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરાઈ છે.જેના સમર્થનમાં CBSE સ્ટુડન્ટ્સની ધો.10 અને 12 ની પરીક્ષા મુલતવી રાખવા પ્રત્યે અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો  છે.

9 ડોક્ટરોએ દાખલ કરેલી આ પિટિશનમાં જણાવાયું છે કે NEET PG પરીક્ષા માટે 18 એપ્રિલની તારીખ નક્કી કરાયેલી છે.જે વર્તમાન કોવિદ -19 સંજોગોમાં મુલતવી રાખવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ પરીક્ષા જાન્યુઆરી 2021 માં લેવાનું નક્કી કરાયું હતું.પરંતુ કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી.પરંતુ હાલમાં જાન્યુઆરી માસ કરતા પણ વધુ ગંભીર પરિસ્થિતિ છે.રોજના એક લાખ ઉપરાંત લોકો સંક્રમિત થઇ રહ્યા છે. તે સંજોગોમાં પરીક્ષા લેવી વ્યાજબી નથી.જેના સમર્થનમાં CBSE સ્ટુડન્ટ્સની ધો.10 અને 12 ની પરીક્ષા મુલતવી રાખવા પ્રત્યે અંગુલી નિર્દેશ કરાયો હતો. આગામી મુદત 16 એપ્રિલ નક્કી કરાઈ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:14 pm IST)