Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

તેરા મુઝસે હે પહલે..પુત્રનું ગીત સાંભળી માતાનું મોત

કોલકાતાના એક ડોક્ટરની પોસ્ટ પર ટ્વિટર પર સુનામી : કોરોના સામે જંગ લડી રહેલા લોકોને જ્યારે વિડીયો કોલ પર પરિવાર જોવા મળે ત્યારે તેઓ ખૂબ જ ખુશ થાય છે

કોલકાતા, તા. ૧૪ : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એક ડોક્ટરની પોસ્ટથી ટ્વિટર પર સુનામી આવી છે. જોતજોતામાં હજારો લોકોએ આ પોસ્ટને શેર કરી અને કોમેન્ટ્સ પણ કરી, અને લોકો ભાવૂક પણ થયા. જણાવી દઈએ કે, આ પોસ્ટ એક એવા વ્યક્તિ વિશે હતી, જેની માતા હોસ્પિટલના બેડ પર ગંભીર હાલતમાં હતી. ડોક્ટરોએ પણ તેમના બચી જવાની આશા ગૂમાવી દીધી હતી. દીકરાને પણ એવું લાગતું હતું કે, માતા નહીં બચી શકે. જેથી તે મરતા સમયે માતાને ગીત સંભળાવી રહ્યો છે.

એપોલો ગ્લેનિગલ્સના ક્રિટિકલ કેરના ડોક્ટર દીપશિખા ઘોષે જણાવ્યું હતું કે, આ કોરોના રોગચાળા દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમના પ્રિયજનોને કનેક્ટ કરવા માટે વિડીયો કોલ ઉપર વાત કરાવે છે. પ્રિયજનોથી દૂર હોસ્પિટલમાં એકલા કોરોના સામે જંગ લડી રહેલા લોકોને જ્યારે વિડીયો કોલ પર પોતાનો પરિવાર જોવા મળે ત્યારે તેઓ ખૂબ જ ખુશ થાય છે.

બુધવારે પણ તેમણે આવો જ એક વિડીયો કોલ કર્યો હતો, પરંતુ તેમને અપેક્ષા નહોતી કે આ વિડીયો કોલ તેમના માટે ખૂબ જ ભાવૂક થવાની છે. ત્યારબાદ આઈસીયુમાં જે બન્યું તે માટે તેઓ બિલકુલ તૈયાર નહોતા.

ડો. દીપશિખાએ જણાવ્યું કે ૪૭ વર્ષીય મહિલાએ તેના ૨૫ વર્ષના પુત્રને વિડીયો કોલ કર્યો. દીકરાએ તેની માતાની તબિયત વિશે પૂછ્યું. તે પછી, તેણે ૧૯૭૩માં આવેલી ફિલ્મ 'આ ગલે લગ જા'ના કિશોર કુમારે ગાયેલું એક ગીત ગાયું અને દરેકની આંખમાં આંસુ આવી ગયા. ગીત હતું, ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડીયો સાથે ડોક્ટરે લખ્યું કે, 'આજે મારી શિફ્ટ પૂરી થયા પછી એક માતાએ તેના બાળક સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. મેં બંનેને વિડીયો કોલ પર કનેક્ટ કર્યાય હું હાથમાં મોબાઈલ લઈને ઉભી હતી. દીકરો ગીત ગાતો હતોપ તેરા મુઝસે હે પહલે કા નાતા કોઈ...યૂ હીં નહીં દિલ લુભાતા કોઈ....! આ સમય દરમિયાન, હું પુત્ર અને માતા બંનેના ચહેરાના હાવભાવ જોઈ રહી હતી. કોલ પૂરો થયો અને મહિલાએ મને ગળે લગાવી.

(12:00 am IST)