Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ઇઝરાયલની મિસાઇલવર્ષા : 40 મિનિટમાં 450 મિસાઈલ હુમલો: હમાસની 150 જગ્યાઓને નિશાન બનાવી : સુરંગો તબાહ કરી

અત્યાર સુધીમાં ગાઝી પટ્ટી પર 111 લોકોના મોત: રાષ્ટ્રજોગ પ્રવચનમાં ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂનું સંબોધન

નવી દિલ્હી : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ઘણા દેશોની અપીલ બાદ પણ બંધ થયું નથી. ગત રાત્રિએ ઈઝરાયલે હમાસ પર કરેલ હુમલા દરમ્યાન 40 મિનિટમાં 450 મિસાઈલો ચલાવી હતી જેમાં  હમાસની 150 થી વધુ જગ્યાને નિશાના રૂપે ટાર્ગેટ કરી અને ઘણું બધુ નુકશાન કર્યું.

  માહિતી ઈઝરાયલની ડિફેન્સ ફોર્સે જ આપી અને કહ્યું કે અમે અત્યાર સુધીની સૌથી મોટી મિસાઈલ વર્ષા કરી છે. આ હુમલામાં તેમણે હમાસની સુરંગોને નષ્ટ કરી નાખી છે. હમાસ દ્વારા છેડાયલ આ જંગમાં હમાસ દ્વારા છોડાયેલા રોકેટોને ઇઝરાયલના આયરન ડોમ એરિયલ સિસ્ટમ દ્વારા આકાશમાં જ તોડી પડાયા હતા. અને ત્યારબાદ ઈઝરાયલે પોતાની મિસાઈલ દ્વારા મોટી સંખ્યામાં બિલ્ડિંગો તોડી પડી હતી.

(10:58 pm IST)