Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ઇઝરાયેલથી ભારતીય સૌમ્યા સંતોષનો મૃતદેહ કેરળ પહોંચશે : હમાસના હુમલામાં થયું હતું મૃત્યુ

નવી દિલ્હી : ઈઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહેલી હિંસામાં ગયા મંગળવારે રોકેટ હુમલામાં ભારતીય મૂળની કેરળની રહેનારી સૌમ્યા સંતોષનુ મૃત્યુ થઈ ગયુ હતું. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વીટ કરીને જણાવ્યુ કે વ્યક્તિગત રુપે શનિવારે એટલે કે આવતીકાલે કેરળમાં પોતાના મૂળ સ્થાન પર પહોંચે તે પહેલા દિલ્લીમાં સૌમ્યા સંતોષના નશ્વર અવશેષ પ્રાપ્ત કરશે.

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને કહ્યું કે હમાસના રોકેટ હુમલામાં પોતાનો જીવ ગુમાવનારી કેરળની એક ભારતીય નાગરિક સૌમ્યા સંતોષના પાર્થિવ શરીરને આજે ભારત મોકલવામાં આવી રહ્યુ છે. મુરલીધરને ટ્વીટ કરીને કહ્યું કે ગાજામાં રોકેટ હમલામાં મૃત્યુ પામેલી સૌમ્યા સંતોષના પાર્થિવ શરીરને આજે દિલ્લીના રસ્તે ઈઝરાયલથી કેરળ પાછુ લાવવામાં આવી રહ્યુ છે.

આ અઠવાડિયાની શરુઆતમાં કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે રાજ્ય સરકાર 32 વર્ષના સંતોષના મૃતદેહ પાછો લાવવા વિદેશ મંત્રાલય અને ઈઝરાયલના દૂતાવાસના સંપર્કમાં હતા. જે કરેટેકરના રુપમાં કામ કરી રહી હતી. તે ઈઝરાયલના શહેર એસ્કેલનમાં રહેતી હતી અને હમાસ દ્વારા નાખવામાં આવેલા રોકેટ સાથે અથડાઈ ગઈ. તે પોતાના પતિ સાથે એક વીડિયો કોલ પર હતી, ત્યારે તેના બિલ્ડીંગ સાથે ટક્કર થઈ.

ભારતમાં ઈઝરાયલના મિશનના ઉપ પ્રમુખ રોની યેડિડિયા ક્લેને જણાવ્યું કે ઈઝરાયલના અધિકારી સંતોષ પરિવારની સંભાળ લેશે. જેમાં તેનો નવ વર્ષનો દિકરો પણ સામેલ છે. ભારતમાં દેશના રાજદૂત રૉન મલકા પણ પ્રિયજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરતા તેમના ઘરે પહોંચ્યા.

(12:00 am IST)