Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

GoAir હવે Go First થઈ ગઈ : મુસાફરોને થશે ફાયદો

વાડિયા ગ્રુપની ૧૫ વર્ષ જુની એરલાયન્સ GoAirએ રીબ્રાંન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે : ગો એર ULCC પર ફોકસ કરી રહી : આ IPO સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી લોન્ચ થઈ શકે

નવી દિલ્હી,તા. ૧૫: દેશની જાણીતી એરલાયન્સ ઓછા ખર્ચ વાળી ગો એર હવે ‘Go First’માં ફેરવાઈ ગઈ છે. દેશમાં કોરોનાની મહામારીને કારણે તમામ સેકટરની સાથે એવિએશન સેકટરને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી ઉભરવા માટે હવે લો કોસ્ટ બિજનેસ મોર્ડલ પર ઘણું ફોકસ કરશે.

હકિકતમાં ગો એર ULCC (ultra -low-cost carrier)પર ફોકસ કરી રહી છે  જેના કારણે તેણે આ નિર્ણય લીધો છે. ૧૩ મેએ એરલાયન્સે ઔપચારિક રીતે એક નિવેદનમાં કહ્યુ કે તે પોતાને ગો ફસ્ટના રુપમાં રી બ્રાન્ડ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૫માં પરિચાલન શરુ કર્યુ અને તેની પાસે ફકત ૫૦થી વધારે વિમાન છે. ત્યાં સુધી કે પ્રતિસ્પર્ધી ઈન્ડિગોના રુપમાં જે એક વર્ષ બાદ શરુ થયુ તેના આકારમાં ૫ ગણા વધારે છે.

ઉલ્લેખનીય છે કે ગો એર પબ્લિક ઈશ્યૂના માધ્યમથી પ્રાઈમરી માર્કેટથી ફંડ્સ ભેગુ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર GoAir ૨૫૦૦ કરોડ રુપિયા ભેગા કરવા માટે IPO લોન્ચ કરશે. સૂત્રોએ જણાવ્યુ કે આ IPO સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી લોન્ચ થઈ શકે છે. જે બાદ તેને તેમે સબ્સક્રાઈબ કરી શકશો.

આ IPO માટે કંપની એપ્રિલ ૨૦૨૧ના સેકન્ડ વીકમાં માર્કેટ રેગ્યુલેટર SEBIની પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટ્સ (DRHP)ફાઈલ કરવાની તૈયારીમાં હતી. એરલાયન્સ ફરીથી એક આઈપીઓ માટે ફાઈલ કરવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ મુજબ આ IPOના માધ્યમથી ફંડ ભેગુ કરી કંપનીનું દેવું ચૂકવવા અને વર્કિંગ કેપિટલની જરુરિયાતોને પૂરી કરશે. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૦ સુધી કંપની પર ૧૭૮૦ કરોડ રુપિયાનું દેવું હતુ.

(10:32 am IST)